ધી ઓલપાડ તાલુકા પ્રાયમરી ટીચર્સ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની મિટિંગ યોજાઈ

0
IMG-20251120-WA0025
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ધી ઓલપાડ તાલુકા પ્રાયમરી ટીચર્સ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની એક અગત્યની મિટિંગ મંડળીનાં પ્રમુખ કિરીટભાઈ પટેલનાં અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. આ પ્રસંગે મંડળીનાં ઉપપ્રમુખ બળદેવભાઈ પટેલ સહિત તમામ કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.
મંડળીનાં મુખ્ય સેક્રેટરી મહેશભાઈ પટેલે સૌ કારોબારી સભ્યોને શાબ્દિક આવકાર આપી મિટિંગની સંક્ષિપ્ત માહિતી આપી હતી. મંડળીનાં જોઈન્ટ સેક્રેટરી ભરતભાઈ પટેલે ગત સભાનાં એજન્ડાનું વાંચન કર્યુ હતું જેને સર્વાનુમતે બહાલ રાખવામાં આવ્યું હતું.
પ્રમુખસ્થાનેથી કિરીટભાઈ પટેલે મંડળીની સ્થાપનાનાં 100 વર્ષ પૂર્ણ થતાં હોઈ મંડળીનાં શતાબ્દી મહોત્સવની ઉજવણીનાં આગોતરા આયોજન બાબતે સવિસ્તર ચર્ચા હાથ ધરી હતી. આ તકે તેમણે આગામી 10 જાન્યુઆરી ઉજવણીની સંભવિત તારીખ જાહેર કરી કારોબારી સભ્યોને એકમેકનાં યોગ્ય સંકલનથી વિવિધ જવાબદારીઓ બજાવવા અંગેની રૂપરેખા રજૂ કરી હતી. અંતમાં મંડળીનાં બીજા જોઇન્ટ સેક્રેટરી શશીકાંત પટેલે આભારવિધિ આટોપી હતી. રિપોર્ટ: વિજય પટેલ

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other