ઉમરપાડામાં વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે મંત્રીશ્રી ગણપતભાઇ વસાવાએ વૃક્ષારોપણ કર્યું
(નિલયચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોળ) : ઉમરપાડા તાલુકા મથક પોલીસ સ્ટેશન ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા સહિતના આગેવાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ મિનરલ વોટર પ્લાન્ટ અને ચિલ્ડ્રન પ્લે. પાર્કનું ઉદઘાટન પણ મંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ઠેર ઠેર ચાલી રહી છે જેના ભાગરૂપે ઉમરપાડા પોલીસ સ્ટેશન ખાતે મંત્રીશ્રી ગણપતભાઈ વસાવા સાથે સુરત જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન કિશોરભાઈ પાનવાલા વગેરેના હસ્તે વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી નિમિત્તે વૃક્ષારોપણ થયું હતું આગેવાનોએ મનુષ્ય જીવનમાં પર્યાવરણ અને વૃક્ષનું મહત્વ સમજાવ્યું હતું આ પ્રસંગે ઉમરપાડા તાલુકાના ભાજપ સંગઠનના પ્રમુખ વાલજીભાઈ વસાવા. ભાજપના મહામંત્રી અમિષ ભાઈ વસાવા. અને માજી સુરત જિલ્લા સિંચાઇ સમિતિના અધ્યક્ષ શાંતિલાલ ભાઈ વસાવા અને મહામંત્રી અર્જુનભાઈ વસાવા તથા ઉમરપાડા પોલીસ સ્ટેશન ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.ડી. ભરવાડ સહિતના આગેવાનો ની ઉપસ્થિતિમાં મંત્રીશ્રીના વરદ હસ્તે ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં સાકાર થયેલ મિનરલ વોટર પ્લાન્ટ અને ચિલ્ડ્રન પ્લે પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું