ગંગા સમગ્ર તાપી પ્રાંતના પદાધિકારીઓનું સ્નેહમિલન 2025 સંપન્ન
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વરિષ્ઠ પ્રચારક અને ગંગા સમગ્રના રાષ્ટ્રીય સંગઠન મંત્રીશ્રી રામાશિષજી. ગંગા સમગ્ર ગુજરાતના સંરક્ષકશ્રી સંજય રાદડીયાજી, સંયોજકશ્રી અરુણસિંહ રાજપૂતજી, સંગઠન મંત્રીશ્રી પ્રકાશભાઈ યાદવ પાટીલજી, મહિલા પ્રભારી એડવોકેટ શ્રીમતિ ક્ષમાબેન શેઠ, મહામંત્રી શ્રીમતિ આરાધ્યાબેન વિશાલકુમાર પટેલ ના માર્ગદર્શન અનુસાર ગંગા સમગ્ર તાપી પ્રાંતના પદાધિકારીઓનો 2025નો સ્નેહમિલન સમારોહ 16 નવેમ્બરે પ્રકૃતિના ખોળામાં અતિરમણીય વાતાવરણમાં આદિજાતિના પૌરાણિક આસ્થાસ્થાન એવાં શ્રી કણી કંસરી(અન્નપૂર્ણા) માતાજીના સાનિધ્યમાં ઉત્સાહપૂર્ણ રીતે સંપન્ન થયો હતો.
ગંગા સમગ્ર તાપી પ્રાંતના સ્નેહ મિલનમાં સૌ પદાધિકારીઓએ ઉત્સાહ પૂર્વક સવારે 10:00 વાગ્યાથી 02:30 વાગ્યા સુધીમાં માતાજીના દર્શન, પ્રાર્થનાથી શરૂઆત કરી બેઠકમાં એકબીજાનો પરીચય આપી સૌને આવકાર્યા હતાં. અધ્યક્ષ સ્થાનેથી શ્રી સુદામભાઈ સાટોટે એ સંસ્થાનો ઈતિહાસ, કાર્યો અને એના કાર્યક્ષેત્રના વિસ્તાર વિષે વિસ્તૃત માહિતી આપી હતી. ગંગા સમગ્ર ગુજરાત પ્રાંતના ઉપાધ્યક્ષ શ્રી સંજયભાઈ શાહએ વિવિધ આયામોના કાર્યોની માહિતી આપી હતી, શ્રી કિશોરભાઈ ચૌધરીએ સંગઠનમાં એકત્રિત રહી કાર્ય કરવા માટે મહત્વ અને એની તાકાતનો પરિચય આપ્યો હતો. શ્રી ભીમસિંગભાઈ કોંકણીએ પરિવારમાં સંવાદિતા સાધી દ્રઢતાં પૂર્વક પ્રામાણિક પ્રયત્નોથી અભુતપૂર્વ સફળતાં મેળવી શકાય છે. સનાતન અને આધ્યાત્મિકતાનો બોધપાઠ સમજાવ્યો હતો. માતૃશક્તિના મહિલા સશક્તિકરણના ઉદાહરણ સમાન બહેનો દ્વારા પણ ઉપયુક્ત વિચારો દર્શાવ્યા હતા.બાદમાં મંદિર પરિસરની સફાઈ, વૃક્ષારોપણ, મહાઆરતી, જ્ઞાન સાથે ગમ્મત, મેજિક ગેમ્સ જેવી રમતો રમી હળવાશની પળો માણી હતી. શ્રી કણી કંસરી (અન્નપૂર્ણા) માતાજી મંદિર પરિસરમાં સૌ પદાધિકારીઓ દ્વારા સફાઈકાર્ય કરવામાં આવ્યું હતું. એ જોઈને દર્શનાર્થીઓએ પણ વખાણ કરી વધાવી લીધાં હતાં. ઘણા ભાવિકભક્ત મિત્રો આ સફાઈકાર્યમાં સહભાગી પણ થયાં હતાં. વૃક્ષારોપણ આયામ દ્વારા મંદિરના મુખ્ય પૂજારી શ્રી બાલુભાઈ ચૌધરીના હસ્તે સેવન, રાયણ,જાંબુડા જેવા વૃક્ષોનું મંદિર પ્રાંગણમાં વૃક્ષારોપણકરવામાં આવ્યું હતું. આરતી આયામ સાથે સૌ પદાધિકારીઓએ જોડાઈને શ્રી કણી કંસરી (અન્નપૂર્ણા) માતાજીના પવિત્ર મંદિરમાં મહાઆરતી કરવામાં આવી હતી. ભાવિકભક્તોએ ગંગા સમગ્ર સંસ્થાની કામગીરી અંગે પૂછપરછ કરી માહિતી મેળવી હતી. સંસ્થાની કાર્યપદ્ધતિ, પદાધિકારીઓના શિસ્તપાલન, આદરભાવ અને સંવાદિતતાને ભારોભાર વધાવી લીધી હતી.
વંદે માતરમ્ ગીત, લોખંડી પુરુષનું બિરુદ અને ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી, અને આઝાદીની લડાઇમાં અંગ્રેજો સામે લડત આપનારાં આદિજાતિ જનનાયક શ્રી બિરસા મુંડાની જન્મ જયંતીને 150 વર્ષ પૂર્ણ થયાંની ત્રિવિધ ઉજવણીને બેઠક દરમિયાન વધાવી સંસ્મરણોની યાદ તાજી કરવામાં આવી હતી. એકબીજાના વિચારો, આયોજનો, સલાહ સૂચનોની આપ-લે કરી, થઈ ગયેલા કાર્યોની સમીક્ષા કરી ટૂંક સમયમાં થનાર કાર્યોના આયોજનોની માહિતી આપવામાં આવી હતી. ગંગા સમગ્ર તાપી પ્રાંતના પદાધિકારીઓના 2025 સ્નેહમિલનનો આનંદ સ્વાદિષ્ટ ભોજન બાદ બેવડાઈ ગયો હતો. સૌએ સ્નેહમિલનનો હેતુ સિદ્ધ થયાનો સંતોષ વ્યક્ત કરી ગંગા સમગ્રના પર્યાવરણ રક્ષણ માટે વૃક્ષારોપણ કરવા, પ્લાસ્ટિકના ઉપયોગને ટાળવા, સાફ સફાઈનો આગ્રહ જાળવવા, જળ સંચય કરવા કે નદીઓમાં થતાં જળ પ્રદૂષણને અટકાવી જળ શુદ્ધિકરણના હેતુને અનુલક્ષી કાર્ય કરવા માટે પ્રતિબધતા દર્શાવી હતી. અંતે શ્રી કણી કંસરી (અન્નપૂર્ણા) માતાજીના આશીર્વાદ લઈ સૌએ વિદાય લીધી હતી.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
