જન જાતિ ગૌરવ દિને અર્જુનભાઈનું સપનુ સાકાર: કાચા મકાનમાંથી મળ્યું પાકું ઘર, મંત્રીશ્રીના હસ્તે પ્રતિકાત્મક ચાવી અર્પણ

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 90;?runfunc: 0; algolist: 0;?multi-frame: 1;?brp_mask:0;?brp_del_th:0.0000,0.0000;?brp_del_sen:0.0000,0.0000;?motionR: 0;?delta:null;?module: photo;hw-remosaic: false;touch: (0.46547619, 0.36167863);sceneMode: 13107200;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 35;

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના વ્યારા તાલુકાના લિમદડા ગામના અર્જુનભાઈ ચીમનભાઈ કોટવાડીયા માટે આજનો દિવસ યાદગાર બની રહ્યો. વર્ષોથી કાચા મકાનમાં વસવાટ કરતા અને પરિવારની સુરક્ષા માટે ચિંતિત અર્જુનભાઈનું ‘ઘરનું ઘર’નું સપનું ગુજરાત સરકારની આવાસ સહાય યોજના થકી સાકાર થયું છે. રાજ્ય સરકાર તરફથી મળેલ ₹૨ લાખની સહાયથી તેમણે હવે એક પાકું અને સુરક્ષિત મકાન બનાવ્યું છે, જે તેમના પરિવારને સલામતી અને સ્થિરતા બક્ષશે. તાપી જિલ્લામાં આયોજિત “જન જાતિ ગૌરવ યાત્રા દિન” કાર્યક્રમ નિમિત્તે, ગુજરાત સરકારના ખાદી, કુટિર અને ગ્રામીણ ઉદ્યોગ વિભાગના રાજ્ય મંત્રી શ્રી સ્વરૂપસિંહ ઠાકોરના વરદ્ હસ્તે શ્રી અર્જુનભાઈને તેમના નવા ઘરની પ્રતિકાત્મક ચાવી અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા, જે ક્ષણ તેમના માટે ગૌરવશાળી બની રહી હતી.

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *