માંગરોળ : માર્ચ માસમાં ઝંખવાવ ગામે, છ વાછરડા પોલીસે ઝડપી પાળ્યા હતા : વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડતી પોલીસ
વાહનો કબજે લઈ અને ત્રણ આરોપીઓની પોલીસે અટક કરી.
(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) : માંગરોળ તાલુકાનાં ઝંખવાવ ગામે ગત માર્ચ-૨૦૨૦ માં માંગરોળ પોલીસે ૧૮૦૦૦ રૂપિયાની કીમતનાં છ વાછરડા કબજે કરી, આ ગુનામાં સંડોવાયેલ વાહન અને ચાલકને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા.
ગત તારીખ ૫ મી માર્ચ-૨૦૨૦ નાં રોજ માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે વાછરડા ભરીને વાહન આવનાર છે, જેને પગલે પોલીસે વોચ ગોઠવી હતી,તે દરમિયાન રાત્રીનાં સમયે એક વાહનમાં વાછરડા ભરેલા હતા અને આ વાહનનું પેટ્રોલીંગ એક સફેદ કલરની સ્વીફ્ટ કાર કરી રહી હતી, પોલીસે આ વાહનોને ઉભા રાખવાનો ઈશારો કરતાં આ વાહનો ઉભા રહ્યા ન હતા અને અંધારાનો લાભ લઇ ફરાર થઈ ગયા હતા, ત્યારબાદ પોલીસે બાતમી વાળી મૂળતાની ફળિયાની પાછળ આવેલ ખુલ્લી પડતર જગ્યા ઉપર જઇ ચેક કરતાં ત્યાંથી છ વાછરડા મળી આવ્યા હતા આ વખતે પોલીસે આ છ વાછરડા કબજે કરી એની અઢાર હજાર રૂપિયા કીમત ગણી વાહન તથા સફેદ કલરની સ્વીફ્ટ કાર અને ચાલકને વોન્ટેડ જાહેર કર્યા હતા, જો કે પોલીસે સફેદ સ્વીફ્ટ કારનો નંબર નોંધી લીધો હતો,જી.જે.-૧૬-બી.બી.-૧૦૨૨ આ નંબર ને આધારે પોલીસે તપાસ કરતાં આજે વાછરડા ભરીને જે વાહન હતું તે, ઉપરોક્ત નંબર વાળી સ્વીફ્ટ કાર અને આ ગુનાના આરોપીઓ જાવીદ પીરૂ મુલતાની,ઇસ્માઇલ ઈબ્રાહીમ મુલતાની,અમજત મેહબુબ મુલતાની ની અટક કરી આગળની તપાસ હાથ ધરી છે.