વ્યારાની વિદ્યા ગુર્જરી માધ્યમિક શાળામાં તાલુકાકક્ષા યુવા ઉત્સવ 2025-26નું આયોજન
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી અરુણા અનિલ વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠાન સંચાલિત વિદ્યા ગુર્જરી માધ્યમિક શાળામાં તા. 12/11/25 ને બુધવારના રોજ કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવુત્તિઓ વિભાગ,ગાંધીનગર આયોજિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, તાપી અને વિદ્યા ગુર્જરી માધ્યમિક શાળા, પનિયારી વ્યારાના સહયોગથી વ્યારા તાલુકાકક્ષા યુવા ઉત્સવ 2025-26નું આયોજન કરવામાં આવ્યું.
તાલુકા પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રી વિરલભાઈ ચૌધરીની અધ્યક્ષકતા હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
આ પ્રસંગે શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સરસ્વતીમાતાની વંદના કરવામાં આવી. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનશ્રીઓને હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. શાળાના આચાર્યશ્રી જયભાઈ વ્યાસ દ્વારા તાલુકા પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રી વિરલભાઈ ચૌધરીને પુષ્પગૂચ્છ અર્પણ કરી આવકાર આપવામાં આવ્યો. ત્યારબાદ પ્રસંગોચિત ઉદ્દ્બોધન કરવામાં આવ્યું જેમાં તાલુકાની વિવિધ શાળાઓમાંથી અપેક્ષિત સંખ્યામાં ઉપસ્થિત થયેલ વિદ્યાર્થીઓને તાળીઓથી વધાવી લેવામાં આવ્યા. વિદ્યાર્થીઓના આવા ઉત્સાહ દ્વારા જ આપણને શ્રેષ્ઠ કલાકાર અને રમતવીર અંતરિયાળના વિસ્તારમાંથી પ્રાપ્ત થાય છે અને તે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પોતાની પ્રતિભા બતાવી આપણા વિસ્તાર અને રાજ્યનું નામ ઝળહળતું કરે છે. શાળાને આ કાર્યક્રમ ફાળવવા બદલ વહીવટી તંત્રનો આભારમાની વ્યક્તવ્યને વિરામ આપવામાં આવેલ. અંતે ઉમેરવામાં આવેલ કે તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાને વિજેતા થયેલ વિદ્યાર્થીઓ આગળ જિલ્લા કક્ષાએ ભાગ લેવા જશે.
આ પ્રસંગે તાલુકાની વિવિધ શાળાઓમાંથી શ્રેષ્ઠ નિર્ણાયક તરીકે શિક્ષકશ્રીઓને આમંત્રિત કરવામાં આવેલ કાર્યક્રમને અંતે શાળાના શિક્ષિકા શ્રીમતી કીર્તિબેન રાઠોડે આભાર વિધિ કરી કાર્યક્રમને આગળ વધારવામાં આવેલ.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
