જિલ્લા કક્ષાનાં કલા મહાકુંભની લોકવાર્તા સ્પર્ધામાં અસ્નાબાદ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીએ પ્રથમ ક્રમ હાંસલ કર્યો
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સુરત જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ કોસંબાની નવસર્જન ઈ.મી. એન્ડ ગુ.મી. સ્કૂલ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં ઓલપાડ નગર સ્થિત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત અસ્નાબાદ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ખુશી મુન્નાભાઈ વર્માએ લોકવાર્તા સ્પર્ધામાં અન્ય હરીફોને પાછળ છોડી અવ્વલ સ્થાન હાંસલ કર્યુ હતું. શાળાનાં ઉપશિક્ષિકા કલ્પના પટેલ માર્ગદર્શિત આ વિદ્યાર્થીને જિલ્લા કક્ષાએ ઝળહળતી સિદ્ધિ મેળવવા બદલ શાળા પરિવાર, શાળા વ્યવસ્થાપન સમિતિ તથા ગ્રામજનોએ અભિનંદન પાઠવ્યા હતાં. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
