આજે વિશ્વ પર્યાવરણ દિન હોય લોકોને વૃક્ષ વાવવા મોટામિયાં બાવાની દરગાહના ગાદીપતિએ કરેલી હાકલ
Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) : આજે વિશ્વ પર્યાવરણ દિન છે, ત્યારે માંગરોળ ખાતે આવેલી વર્ષો જૂની કોમી એકતાના દર્શન કરાવતી મોટામિયાં બાવાની દરગાહના હાલનાં ગાદીપતિ પીર સાલીમુદીન ચિસ્તી અને એમનાં સુપુત્ર ડો. પીર મટાઉદીન ચિસ્તી એ આ દિન નિમિત્તે એક સંદેશો પાઠવી લોકોને આજનાં દિવસે એક એક વૃક્ષ વાવવા હાકલ કરી છે, એમણે કહયું છે મોટામિયાં માંગરોળની ગાદી તથા ગ્લોબલ સૂફી પીસ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન પ્રેરિત ઘેર ઘેર વૃક્ષ વાવોનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે એમાં પ્રજાને સહભાગી થવા હાકલ કરી છે. એમણે જણાવ્યું છે કે આજે વિશ્વ પર્યાવરણ દિવસ હોય પ્રજા એક એક વૃક્ષ વાવીને શક્ય તેટલી ધરાની સંભાળ રાખવા અનુરોધ કર્યો છે.