દંપતિ વચ્ચે થતાં ઝઘડાનું કુશળ કાઉન્સેલિંગ કરી સુખદ સમાધાન કરતી 181 અભયમ ટીમ બારડોલી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, બારડોલી) :  ગત રોજ 181 અભયમ હેલ્પલાઈન પર પીડિતાનો કોલ આવેલ કે મને સાસરીમાંથી મારા બાળકની કસ્ટડી જોઈએ છે માટે મદદની જરૂર છે.  ત્યાર બાદ 181 અભયમ ટીમના કાઉન્સેલર તૃપ્તિ પટેલ, મહિલા પોલીસ વનિતાબેન ચૌધરી અને પાઇલોટ ધર્મેશભાઈ સ્થળ પર પહોંચેલ અને જાણ્યું તો મહિલા પિયરથી સાસરીમાં તેમની દીકરીને લેવા માટે આવેલ. ત્યારબાદ ટીમ દ્વારા મહિલાનું કાઉન્સેલિંગ કરતા જાણ્વા મળ્યુ કે તેમના લગ્નને ત્રણ વર્ષ થયેલ છે તેમને દોઢ વર્ષની નાની દીકરી છે  તેઓ સાસરી પક્ષ તરફથી માનસિક ત્રાસથી કંટાળી અને નવરાત્રીનો તહેવાર કરવા માટે તેમના પિયર ગયેલ અને ઘણાં દિવસ થવા છતાં તેમની સાસરીમાં પાછા આવેલ ના હોય માટે તેમના પતિ તેમને પિયરમાં લેવા માટે આવેલ હતા  પરંતુ તેઓ તેમના પતિ સાથે જવા તૈયાર ના હોય માટે તેઓ તેમના પતિને સાથે જવાની મનાઈ કરતા હતા. મહિલાના પતિ તેમની દોઢ વર્ષની દીકરી ને લેવા માટે તેમની સાસરીમાં આવેલ હતા. ટીમ દ્વારા મહિલાના સાસરી પક્ષમાં સાસુ સસરા અને પતિ નું કાઉન્સેલિંગ કરેલ તો જાણવા મળ્યું કે મહિલાને તેમના પતિ સાથે ક્યારેક બોલાચાલી થઈ જતી પરંતુ સમાધાન થઈ જતું અને મહિલા તેમના પિયર ફક્ત નવરાત્રીનો તહેવાર મનાવવા ગયેલ હતા અને મહિલાના પતિએ જણાવેલ કે તેમની પત્નીને તેના પિયર તેઓ લેવા માટે ગયેલ હતા અને તેમના પત્નિ આવવા માટે તૈયાર પણ થઈ ગયા હતા પરંતુ ઘરેથી નીકળ્યા પછી તેમના પત્ની કંઈક કામ છે એમ કહી તેમની દીકરીને તેમના પાસે છોડીને ત્યાંથી જતાં રહેલ. તેમના પત્નીનો સંપર્ક થયેલ ન હોવાથી તેઓ ફરી તેમના પિયર ગયા હતા. પરંતુ ત્યાં કોઈ હતું નહિ અને ફોન પણ રિસિવ કરતાં ના હતાં માટે તેમની દોઢ વર્ષ ની દીકરીને લઈ આવતા રહેલ. 181 ટીમ દ્વારા મહિલાને આ બાબતે વાતચીત કરી સમજાવી ગંભીરતા જણાવેલ ત્યારબાદ મહિલાના પતિનું પણ કાઉન્સેલિંગ કરી સમજાવેલ કે હવે મહિલાને માનસિક ત્રાસ નહિ આપે આમ મહિલાના સાસરી પક્ષ મહિલાને સ્વીકારવા માટે તૈયાર હોય પરંતુ મહિલા વારંવાર અહીંયા તેમની સાસરીમાં રહેવાની ના પાડતા હોવાથી ટીમ દ્વારા મહિલાનું ઘણું કાઉન્સેલિંગ કરેલ અને નૈતિક જવાબદારી વિશે સમજાવેલ આમ બન્ને પક્ષને સમજાવી, કુશળ કાઉન્સેલિંગ કરી અને કાયદાની સમજ આપી મહિલાને તેમની દીકરીને તેમના પિયર સાથે ના લઈ જતાં અહીંયા તેમની સાસરીમાં તેમના પતિ અને દીકરી સાથે રહેવા માટે સમજાવેલ. આમ મહિલાના પતિને પણ એવી આશા હતી કે મહિલા અહીંયા રહે માટે તેમણે ખાતરી આપેલ કે હવે પછી મહિલાને માનસિક ત્રાસ આપશે નહિ અને સાચવશે તેમજ મહિલા પણ તેમની સાસરીમાં રહેવા સહમત થઈ ગયેલ હોય. આમ ટીમ દ્વારા બન્ને પક્ષને સમજાવી સુખદ સમાધાન કરવામાં આવેલ અને છેલ્લે મહિલાના સાસરીમ પક્ષે 181 અભયમ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરેલ.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *