ઇનર વ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા કિશોરી આરોગ્ય માર્ગદર્શન શિબિર યોજાઈ 

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) :  કિશોરીઓમાં આરોગ્ય વિષયક બાબતોનાં માર્ગદર્શન માટે ઇનર વ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા ડી.એ.આનંદપુરા, ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે કિશોરી આરોગ્ય માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડો.ભૂમિકા પંચાલ દ્વારા બ્રેસ્ટ કેન્સર, સરવાઈકલ કેન્સર, મેન્સ્ટ્રુઅલ હાઈજીન જેવાં વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં પીડીસી મીરાબેન પંજવાણી, પ્રેસિડન્ટ રૂપલ ભરવાડા, ડિસ્ટ્રિક્ટ ચેરમેન જયશ્રી અમીપરા, સેક્રેટરી મોના શાહ , ટ્રેઝરર અંજુ કાલરા સહિત સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.

રિપોર્ટ: વિજય પટેલ

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *