વિશ્વપર્યાવરણ દિન નિમિત્તે ઝંખવાવ ગામે બસો વૃક્ષનાં રોપાઓનું કરાયેલું વિતરણ
(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) : આવતીકાલે તારીખ ૫ મી જૂનનાં વિશ્વ પર્યાવરણ દિન છે, જેને ધ્યાનમાં લઈ માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે બસો જેટલાં વૃક્ષનાં રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું છે.
ઝંખવાવ ગામે પ્રજાપિતા બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલય સંસ્થાએ, સામાજીક વનીકરણનાં સહયોગથી બસો વૃક્ષોનાં રોપઓ મેળવી,આ રોપાઓમાંથી કેટલાંક રોપાઓનું ઝંખવાવ ગામનાં આગેવાનોનાં હસ્તે સંસ્થાનાં કમ્પાઉન્ડમાં રોપવામાં આવ્યા છે, જ્યારે આવતી કાલે તારીખ ૫ જૂનનાં રોજ વિશ્વ પર્યાવરણ દિવસ હોય, આ દિવસે અન્ય સ્થળે પણ વૃક્ષો રોપવામાં આવે એ હેતુને ધ્યાનમાં લઈ આ સંસ્થાએ , સંસ્થામાં સત્સંગ માટે આવતાં લોકોને એક એક વૃક્ષનાં રોપા વિતરણ કરવામાં આવ્યા હતો, આ રોપાઓનું વિતરણ ઝંખવાવ ખાતે કોરોનાં વાઇરસની મહામારીમાં સતત ફરજ બજાવતાં જી.આર. ડી.નાં જવાનો મેહુકભાઈ અને અલ્પેશભાઈ, પ્રાથમિક શાળાના આચાર્ય ગીરીશભાઇ, બ્રહ્માકુમારી તેજલબેન,બ્રહ્માકુમારી અનીતાબેન તથા ગામનાં આગેવાનોના હસ્તે રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.