સાસુ-વહુના પારિવારિક ઝઘડાનું સુખદ સમાધાન કરાવતી બારડોલી 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વાર, બારડોલી) : સમગ્ર જીવન દરમિયાન વરિષ્ઠ લોકોએ આપણને ઘણું બધું આપ્યું છે. શું આ સમય નથી કે આપણે એમને હુંફ આપીએ? આ વરિષ્ઠ નાગરિકોએ આપણું જતન કર્યું છે હવે તેમનું જતન કરવું તે સંતાનોની નૈતિક ફરજ છે.

એક જાગૃત નાગરિક દ્વારા ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવેલ કે એક અજાણી વૃદ્ધ મહિલા જેમની ઉંમર આશરે ૭૦ વર્ષ હશે તેઓ પલસાણા તાલુકાના કાલાઘોડા પાસે રાતથી એકલાં રસ્તા પર બેઠાં છે.તેથી વૃદ્ધ મહિલાના કાઉન્સેલિંગ કરવા માટે ૧૮૧ ની મદદ ની જરૂર છે.

જેના પગલે ૧૮૧ ટીમના કાઉન્સેલર પટેલ ખૂશ્બુ, એ.એસ. આઈ ચૌધરી વનિતાબેન તેમજ પાઇલોટ પટેલ ધર્મેશભાઈ ઘટના સ્થળે અજાણી વૃદ્ધ મહિલાની મદદ માટે પહોચ્યા.ત્યારબાદ ઘટના સ્થળ પર હાજર હતા એ લોકોને પૂછપરછ કરતા જાણવા મળેલ કે આ વૃદ્ધ મહીલા રાતથી અહીં બેઠા છે. પીડિત વૃદ્ધ મહીલા તેમના દીકરા અને પુત્રવધુ સાથે અહીં નજીકની સોસાયટીમાં રહે છે. અને તેમના ઘરનું એક સરનામું પણ જણાવે છે.પરંતુ વૃદ્ધ મહીલા તેમના દીકરાના ઘરે જવા માટે ના કહે છે.

ત્યારબાદ 181 ટીમે વૃદ્ધ મહિલા સાથે શાંતચીત સ્વભાવે વાત-ચીત કરવાનો પ્રયાસ કર્યો. વૃદ્ધ મહિલાએ કાઉન્સેલિંગ દરમ્યાન જણાવેલ કે તેમની પુત્રવધુ સાથે ઘરકામ અને બાળકની સાર-સંભાળ રાખવાની બાબતે લઈ ને અવાર નવાર બોલાચાલી થતી હોય છે.પરંતુ કાલે રાતે તેમની પુત્રવધૂ સાથે તેમનો ઝઘડો થયેલ અને વૃદ્ધ મહિલાના પુત્રવધૂ એ તેમના દિકરાને કહ્યુ કે હવે તમારી માતા ને ગામડે મોકલી આપો મારે અહીં એમની સાથે રહેવું નથી. એ વાત સાંભળીને વૃદ્ધ મહિલાને ખૂબ દુઃખ થયું હતું તેથી તેવો રાતે ઘરેથી એકલા બહાર નીકળી ગયા હતા. તેમની પાસે રહેવા માટે બીજી કોઈ જગ્યા ન હતી એટલે તેવો અહીં રસ્તા પર આખી રાત બેઠા રહ્યા.વૃદ્ધ મહિલા એ જણાવેલ કે હવે તેવો તેમના દીકરા અને પુત્રવધુ સાથે રહેવા માગતા નથી. મને કોઈ આશ્રમમાં રહેવાની વ્યવસ્થા કરી આપો.વૃદ્ધ મહિલા જણાવેલ કે તેમનો ફોન, કપડાં અને ડોક્યુમેન્ટ તેમના દીકરાના ઘરે થી લેવાના છે. ત્યારબાદ વૃદ્ધ મહિલા દ્વારા જણાવેલ સરનામા પર ગયા વૃદ્ધ મહિલાના દિકરા, પુત્રવધુ અને પાડોશીઓ સાથે વાત- ચીત કરી તેમની પાસેથી બનેલ ધટનાની તમામ માહિતી લીધી.181 ટીમે વૃદ્ધ મહિલાના દીકરા અને પુત્રવધુને સમજાવેલ કે,”જેમણે પોતાનું આખું જીવન આપણા માટે ખર્ચી નાખ્યું તેમની સાર-સંભાળ રાખવી તે તમારી નૈતિક ફરજ છે. બંને પક્ષના કાઉન્સેલિંગ દરમ્યાન કાયદાકીય સલાહ, સૂચન,માર્ગદર્શન આપીને સમસ્યાનું નિરાકરણ કરેલ ત્યારબાદ 181 ટીમે વૃદ્ધ મહિલા અને તેમના પુત્રવધુ વચ્ચે થતા ઝગડાનુ ઝીણવટ પૂર્વક ચર્ચા કરી બંને વચ્ચે મતભેદો દૂર કરી રાજીખુશીથી સમાધાન કરી પરત થયેલ.

વૃદ્ધ મહિલા દ્વારા ભાવુક થઈ અભયમ ટીમનો હદય પૂર્વક આભાર વ્યક્ત કરેલ હતો.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *