સુરત જિલ્લામાં ઉદ્યોગો બંધ હોવા છતાં લાખો રૂપિયાનાં વીજબીલ ફાળવામાં આવ્યા
(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) : કોરોનાં મહામારીને લઇને સરકાર દ્વારા સમગ્ર દેશમાં લોકડાઉન આપવામાં આવ્યું હતું જેને લઈને શ્રમિક મજૂરો પોતાના વતન જતા રહેતા ઉદ્યોગો પણ બંધ કરી દેવામાં આવ્યા હતા જેને લઈને ઉદ્યોગકારોને લાખોનું નુકશાન થયું હતું પણ ઉદ્યોગ દ્વારા સરકારની જાહેરાત પર નજર રાખી બેઠા હતા કે સરકાર દ્વારા વીજબીલ માફ કરવામાં આવશે અથવા થોડું ઓછું કરવામાં આવશે પણ એનાથી ઊલટું થયું અને વીજ કંપની દ્વારા લાખો રૂપિયાનાં બીલ પધરાવવામાં આવ્યા જેને લઈ ઉદ્યોગનાં માલિકોને તો પડીયા પર પાતું જેવા ઘાટ થયાં છે કેમકે વીજ કંપની દ્વારા યુનીટ બંધ હોવા છતાં લાખો રૂપિયાનાં બીલ આવ્યા છે જેને લઈ ઉદ્યોગ માલિકોમાં રોષ જોવા મળી રહ્યો છે, જ્યારે ઉદ્યોગ માલિકની જો વાત કરીએ તો જેટલું બીલ યુનીટ ચાલવાથી નથી આવ્યું એનાં કરતાં ત્રણ ગણા યુનીટ બંધ માં આવ્યા છે જેને લઈ ઉદ્યોગકારોમાં નારાજગી જોવા મળી રહી છે
આ પ્રશ્ને DGVCL નાં અધિકારી સાથે ટેલિફોનિક વાત કરતા જણાવ્યું કે ભલે યુનીટ બંધ હતું પણ મીટરની બાજુ માં લગાવામાં આવેલું કેપીસીટર ચાલુ હોવાથી બીલ આવ્યું હશે એમ જણાવ્યું છે તેમ છતાં અમે અમારા હેલ્પર પાસે ચેક કરાવી લઈશું. એમ જણાવ્યું હતું
કેપેસીટર દ્વારા વીજ વપરાશના રૂપિયાના બીલથી ઉદ્યોગોને મારવાનું શરૂ કર્યું છે, તેમ છતાં લોકડાઉન હોવા છતાં ઉદ્યોગો બંધ રહ્યા હતા., જે વધારે આવેલા તમામ બીલો રદ કરવા માટે તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ. એમ જણાવ્યું હતું