અનુમાલા ટાઉનશીપ ખાતે એક દિવસીય સરકારી ઈ-માર્કેટપ્લેસ (GeM) તાલીમ કાર્યક્રમ યોજાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.07. એનપીસીઆઈએલ (NPCIL)ની આઉટરીચ અને સમુદાય વિકાસ પહેલ અંતર્ગત સરકારી ઈ-માર્કેટપ્લેસ (GeM) વિશે જાગૃતિ વધારવા અને સ્થાનિક સ્તરે સંભવિત વિક્રેતાઓ તથા બિડર્સને વ્યાવસાયિક તક આપવાના હેતુસર ESL, KAPS ટાઉનશીપ, અનુમાલા ખાતે એક દિવસીય તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

તાલીમ સત્રમાં GeM પ્લેટફોર્મ પર નોંધણી, પ્રક્રિયાઓ અને તેની ઉપયોગિતાની વિગતવાર સમજ આપવામાં આવી હતી. સહભાગીઓએ આ પહેલ માટે પ્રશંસા વ્યક્ત કરી અને પોતાના વ્યવસાયને નવી તકો સાથે જોડવા માટે જ્ઞાનનો ઉપયોગ કરવાનો ઊંડો રસ દર્શાવ્યો હતો.

આ કાર્યક્રમમાં માંડવીના એસડીએમશ્રી, જિલ્લા ઉદ્યોગ અધિકારી ઉપસ્થિત રહ્યાં હતા. જિલ્લા ઉદ્યોગ અધિકારીશ્રીએ તાલીમ સત્રનું સંચાલન કરી મૂલ્યવાન માર્ગદર્શન આપ્યું હતું, જેના કારણે સહભાગીઓમાં ઉત્સાહજનક પ્રતિસાદ જોવા મળ્યો હતો. કાર્યક્રમમાં નજીકના ગામોના સરપંચો, સંભવિત વિક્રેતાઓ, બિડર્સ તથા સ્થાનિક સમુદાયના સભ્યો મળી કુલ 44 સહભાગીઓ હાજર રહ્યા.

કાર્યક્રમની શરૂઆત સ્વાગત પ્રવચનથી થઈ, સાથે સાથે એસડીએમ, જિલ્લા ઉદ્યોગ અધિકારી અને તમામ સહભાગીઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાકરાપાર ગુજરાત સાઇટના સાઇટ ડિરેક્ટર તથા વડા (એચ.આર.)ના સતત માર્ગદર્શન અને સમર્થન માટે વિશેષ આભાર માનવામાં આવ્યો હતો.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *