તાપી કલેક્ટર કચેરી ખાતે અધિકારીશ્રીઓએ ‘રાષ્ટ્ર પ્રથમ’ મંત્ર સાથે પ્રતિજ્ઞા લીધી
વિકાસ સપ્તાહ ૨૦૨૫ અંતર્ગત તાપી જિલ્લામાં “ભારત વિકાસ પ્રતિજ્ઞા” લેવાઈ
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 07. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના અવિરત માર્ગદર્શન હેઠળ ગુજરાતની ૨૪ વર્ષની અવિરત વિકાસ યાત્રાને ઉજાગર કરવા રાજ્યમાં “વિકાસ સપ્તાહ ૨૦૨૫ “ની ઉજવણી કરવામાં આવી રહી છે.
તાપી જિલ્લામાં આ અવસરે જિલ્લા કલેક્ટર ડૉ. વિપિન ગર્ગની અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે “ભારત વિકાસ પ્રતિજ્ઞા” લેવાઈ હતી.
જિલ્લાના વર્ગ-૧ અને વર્ગ-૨ ના અધિકારીશ્રીઓ તથા કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લઈને “રાષ્ટ્ર પ્રથમ”ના મંત્રને જીવનમંત્ર બનાવવા પ્રતિજ્ઞા લીધી હતી. પ્રતિજ્ઞા અંતર્ગત સૌએ દેશની એકતા, અખંડિતતા અને સર્વાંગી વિકાસ માટે સમર્પિત રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી.
આ પ્રસંગે “હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી”ના સંદેશ સાથે આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે યોગદાન આપવાનો સંકલ્પ પણ લેવાયો હતો.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
