કોરોનાં વાઈરસ અને લોકડાઉનની અસર : પચીસ વર્ષથી ફેરી ફરી, રીપેરીંગ કામનો ધધો કરતા કારીગરે સીત્તેર દિવસ પછી, ધંધાની શરૂઆત કરી
(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) : સમગ્ર રાજ્ય અને સુરત જિલ્લામાં કોરોનાં વાઇરસ અને ત્યારબાદ કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરવામાં આવેલ લોકડાઉનને પગલે અનેક કામ ધધા બંધ થઈ જવા પામ્યા હતા.
જેને પગલે ખાસ કરી રોજે રોજનું કમાઈને ખાનારા કારીગરોની સ્થિતિ ખૂબ જ દયનીય બની હતી, કારણકે કમાવવા માટે અન્ય કોઈ વિકલ્પ ન હોય તો પરિવારોનો જીવનનિર્વાહ કઈ રીતે ચલાવવો એ એક વિકટ પ્રશ્ન ઉભો થયો હતો,આ વિસ્તારમાં છેલ્લા પચીસ વર્ષથી આસપાસના ગામડાઓમાં દરરોજ પોતાની મોટરસાયકલ ઉપર ફેરી ફરી ઘરે ઘરે ફરી કુકર, ગેસસ્ટવ, જ્યૂસર મશીન વગેરેઓનું રીપેરીંગ કામ કરી, પોતાનાં પરિવારનો જીવનનિર્વાહ ચાવતો આવ્યો છે, પરંતુ કોરોનાં વાઇરસ અને લોકડાઉનને પગલે ત્રણ મહીના સુધી એમનું કામ બંધ રહ્યું છે, આજે સીત્તેર દિવસ પછી પોતાનો ફેરીનો ધધો શરૂ કર્યો છે, એમનું કહેવું છે કે સીત્તેર દિવસ ખુબજ મુશ્કેલીથી પસાર કરી, પરિવારનો જીવનનિર્વાહ ચલાવ્યો છે, આજદિનસુધીમાં કમાઈને જે બચત કરી હતી, તે ખર્ચાઈ જવા પામી છે.