જીવન સહારા સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા આયોજીત કાર્યક્રમમાં વિવિધ હેલ્પલાઇન નંબરોના ઉપયોગ અંગે માહિતગાર કરાયા

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : ગત રોજ અડાજણ વિસ્તાર ખાતે આવેલ સિનિયર સિટીઝન હોલ ખાતે જીવન સહારા સિનિયર સિટીઝન ગ્રુપના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી દ્વારા સિનિયર સિટીઝનની એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમા મહીલા સેલના ACP શ્રી મિની જોસેફ સાહેબને આમંત્રણ આપતા 181 અભયમ ટીમ, અડાજણ તથા પાલ પોલીસ સ્ટેશનની શી ટીમ પણ ત્યા હાજર રહી હતી. આ કાર્યક્રમમા હાજર ટીમ દ્વારા સાયબર ક્રાઇમ શું છે અને તેનાથી કેવી રીતે બચી શકાય તેમજ જાતીય સતામણી અંગે વિગતવાર માહિતી આપી હતી. સાથે જ સિનિયર સિટીઝન હેલ્પલાઇન નંબર વિશે માહીતી આપેલ. આ ઉપરાંત 181 અભયમ મહીલા હેલ્પલાઇન ટીમ દ્વારા સિનિયર સિટીઝનની મહિલાઓ તથા પુરુષોને 181 અભયમ હેલ્પલાઇન શું છે કેવા પ્રકારની પરિસ્થિતિમાં તેનો ઉપયોગ કરી શકાય તે અંગે વિગતે માહિતી આપી તથા અભયમ એપ્લીકેશન વિશે માહીતી આપી હતી. બાળકો માટેની હેલ્પલાઈન 1098 ની પણ માહિતી આપી હતી. તેમજ શી ટીમના કર્મચારી દ્વારા શી ટીમ અંગે જરૂરી માર્ગદર્શન આપી રાત્રિના સમયે મુસાફરી દરમિયાન કોઈપણ સમસ્યા હોય તો હેલ્પલાઇન નંબર 112/181 નો સંપર્ક કરવા અને જરૂર પડે તો નજીકના પોલીસ સ્ટેશન તથા “શી” ટીમનો સંપર્ક કરવા સમજ આપવામાં આવી હતી.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *