ઔદ્યોગિક તાલીમ સંસ્થા, વ્યારા ખાતે ‘કૌશલ્ય દીક્ષાંત સમારંભ’નું સફળ આયોજન

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજ રોજ ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI), વ્યારા ખાતે ‘કૌશલ્ય દીક્ષાંત સમારંભ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાલીમાર્થીઓને સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરવા બદલ પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. સંસ્થાના કુલ ૧૬ ટ્રેડના ૪૧૮ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ પૈકી, ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ૪૬ તાલીમાર્થીઓને સ્ટેજ પરથી પ્રમાણપત્ર અને મેડલ આપીને વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન, દિલ્હી ખાતે માનનીય પ્રધાનમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં યોજાયેલા કેન્દ્ર કક્ષાના કૌશલ્ય દીક્ષાંત સમારંભનું જીવંત પ્રસારણ (Live Telecast) પણ દર્શાવવામાં આવ્યું હતું, જે ઉપસ્થિતો માટે પ્રેરણાદાયી બની રહ્યું હતું.

વ્યારા ITI ના આ કાર્યક્રમમાં સરકારી પોલિટેકનિક વ્યારાના શ્રી અનુરાગભાઈ ગામીત મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, અતિથિ વિશેષ તરીકે તાપી ગ્રીન સોલર પ્રા.લી.ના શ્રી બિપિનભાઈ ચૌધરી અને જી.એસ.આર.ટી.સી. સોનગઢના ડેપો મેનેજર શ્રી બલરામભાઈ પટેલ પણ ઉપસ્થિત રહી તાલીમાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને આયોજન સંસ્થાના આચાર્યશ્રી (વર્ગ-૧) શ્રી એમ.એસ. પટેલના કુશળ માર્ગદર્શન હેઠળ સંસ્થાના તમામ કર્મચારીગણ દ્વારા કરવામાં આવ્યું હતું. તાલીમાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે આ સમારંભ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *