માંડવીના વિરપોર ગામે સામાન્ય બાબતે બે જૂથ બાખડતા પોલીસે ગુનો દાખલ કર્યો
ઝઘડામાં લોખંડની પરાઈ તથા લાકડી વડે હુમલો કરતાં માતા પુત્રને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા હતાં.
(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા માંગરોળ) : માંડવીના વીરપોર ગામે માહયાવંશી મહોલ્લામાં શનિવારના સવારના નવ વાગ્યાના સમયગાળામાં વાડા માં પડેલ ઝાડ ખસેડવા જતા બાજુના વાડામાં સુકવેલા કપડાની દોરી ને અડી જતા દોરી તૂટી જતા તમામ કપડાં નીચે પડી ગયેલ જેથી બંને જુથો વચ્ચે ઝઘડો થતાં પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ માંડવીના વિરપોર ગામે રહેતા ભરતભાઈ હરિભાઈ કોઠારીના વાડામાં આકસ્મિક રીતે પડેલ ઝાડની ડાળી રસ્તામાં હોવાથી ખસેડવા જતા બાજુના વાડામાં કપડા સુકાવેલ દોરીને અડી જતાં દોરી તૂટી ગયેલ અને કપડા નીચે પડી ગયેલ હતા. ત્યારબાદ ત્યાં હાજર ભરતભાઇ તથા તેમના પત્ની અંજનાબેન ભરતભાઈ કોઠારી નાઓને જણાવેલ કે તમે મને કેહેતે તો હું દોરી છોરી લેતે તમારે આમ ઝાડની ડાળી ફેકવાની શું જરૂર હતી. જ્યારે ઉશ્કેરાય અને ગાળાગાળી કરી.કમળાબેન નરેશભાઈ કોઠારી નાઓને શરીરનાં ભાગે લાકડીના સપાટા મારેલ જેથી મને છોડવા માટે પડેલ મારો છોકરો મનીષભાઈ નરેશભાઈ કોઠારીનાં ઓ પાછળ પ્રજ્ઞેશ ભરત કોઠારી નાઓ લોખંડની પરાઈ લઈને દોડી આવી એમને માથાના ભાગે તથા શરીરના ભાગે ત્રણ સપાટા મારી ઇજા પહોંચાડી હતી. અને અંજુબેન ભરતભાઈ કોઠારીના ઓ એ નીચે પડેલ ઇંટના ટુકડા છુટા મારતા જેથી સંજય ભાઈ નરેશભાઈ કોઠારીના ઓને ડાબા હાથમાં ઈજા પહોંચતા ત્રણે સારવાર માટે સરકારી દવાખાનામાં ખસેડ્યા હતા. જેથી પોલીસે ભરતભાઈ અને પુત્ર પ્રજ્ઞેશભાઈ તથા પત્ની અંજનાબેન વિરુદ્ધ ઇ.પી.કો કલમ ૩૨૩,૫૦૪,૫૦૬ (૨) ૧૧૪ મુજબ ગુનો દાખલ કરી. આગળની તપાસ તડકેશ્વર ઓ.પી. ના એએસઆઈ મુકુંદ ચાલકે કરી રહ્યા છે