તાપી જિલ્લાના અધિકારી-કર્મચારીઓ માટે બેંક ઓફ બરોડા સાથે બરોડા સ્પેશિયલ સેલેરી પેકેજ અંતર્ગત એમઓયુ

Contact News Publisher

રૂપિયા ૧.૨૫ કરોડના વ્યકિતગત અકસ્માત વીમા સહિત અનેક લાભો ઉપલબ્ધ થશે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. ૨૯. તાપી જિલ્લા કલેકટર ડો. વિપીન ગર્ગ તથા બેંક ઓફ બરોડાના રીજનલ હેડ આદર્શ કુમાર દ્વારા બરોડા સ્પેશિયલ સેલેરી પેકેજ અંતર્ગત એમઓયુ હસ્તાક્ષર કરાયું.

આ પેકેજથી જિલ્લાના સરકારી અધિકારી તથા કર્મચારીઓને રૂ ૧.૨૫ કરોડનો વ્યક્તિગત અકસ્માત વીમો,હવાઈ દુર્ઘટનામાં રૂ.૦૨ કરોડનો અકસ્માત કવર,અકસ્માતમાં પૂર્ણ વિકલાંગતા પામનાર માટે રૂ.૦૧ કરોડ,આંશિક વિકલાંગતા પામનાર માટે રૂપિયા ૭૫ લાખ, રૂ.૧૦ લાખનું જીવન વીમા કવચ, રૂ.૬૦,૦૦૦ સુધીનો હોસ્પિટલ કેશ બેનિફિટ (મહત્તમ ૩૦ દિવસ માટે દરરોજ ૨૦૦૦ રૂપિયા), રૂ.૧૦ લાખ દીકરીના લગ્ન ખર્ચ માટે સહાય, રૂ.૧૦ લાખ સંતાનના ઉચ્ચ અભ્યાસ માટે સહાય, રૂ. 03 લાખ સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધા,આજીવન ફ્રી એટીએમ કાર્ડ તથા તમામ એટીએમમાંથી અમર્યાદિત ઉપાડ સુવિધા,આજીવન ફ્રી ક્રેડિટ કાર્ડ,લોન, લોકર તથા અન્ય બેંક ચાર્જિસ પર વિશેષ છૂટછાટ જેવા લાભો પ્રાપ્ત થશે.

સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને આ પેકેજના લાભો ઝડપથી પ્રાપ્ત થાય તે માટે બેંક ઓફ બરોડા દ્વારા કેમ્પેઇન મોડ હેઠળ ખાતા ખોલવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ પ્રસંગે બેંકના અધિકારીઓ અને જિલ્લા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *