ડાંગના ચિકાટીયા – ગાઢવી રોડ ઉપર પૂરથી થયેલ નુકસાનની મરામત કામગીરી પુરજોશમાં શરૂ

Contact News Publisher

પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા ત્વરિત માર્ગ મરામતની કામગીરી હાથ ધરવામાં આવી :

 

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : ડાંગ જિલ્લામાં વરસેલ મુશળધાર વરસાદના કારણે ચિકાટીયા – ગાઢવી પંચાયત માર્ગ પર કુલ ૪ કોઝવે અને સંલગ્ન રચનાઓને ભારે નુકસાન થયું હતું. તેમજ માર્ગના કેટલાંક ભાગોમાં વોશઆઉટ (ધોવાણ) પણ થયેલ હતું. જેના કારણે માર્ગ વ્યવહાર તથા ગ્રામ્ય કનેક્ટિવિટીમાં ગંભીર ખલેલ સર્જાયો હતો.

જે પરિસ્થિતિને ધ્યાને લઇ પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા ત્વરિત માર્ગ મરામતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા JCB મશીનરી વડે અવરોધ દૂર કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તેમજ ટ્રૅક્ટર દ્વારા ધોવાયેલા માટી અને સામગ્રી હટાવવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. વોશઆઉટ થયેલ વિસ્તારોમાં તાત્કાલિક મરામત કામગીરી શરૂ કરવામાં આવી હતી. સાથે જ નુકસાન થયેલ જગ્યાએ મજૂરો તથા જરૂરી સામગ્રી તાત્કાલિક સ્થળ પર મોકલી રોડ મરામતની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને પ્રાથમિક તબક્કે માર્ગ વ્યવહાર પુનઃ સ્થાપિત થાય તે માટે પ્રયત્નશીલ છે. સાથે સાથે કાયમી મરામત અને મજબુતીકરણ માટેના વિગતવાર અંદાજ પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *