માંગરોળ : સરકારે APMC કોસંબાને ટેકાના ભાવે સમગ્ર સુરત જિલ્લાના ખેડૂતોના ચણા ખરીદવા આપેલી મંજૂરી, ખરીદીનો કરાયો પ્રારંભ
માંગરોળ તાલુકા એ.પી.એમ.સી., કોસંબાને ટેકાના ભાવે ચણાની ખરીદી કરવાનાં સેન્ટર તરીકે સરકારે મંજૂરી આપી છે
(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) : ગત માર્ચ-૨૦૨૦ માં ટેકાના ભાવે ચણાની ખરીદી માટે સુરત જિલ્લાના ખેડૂતોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું,પરંતુ કોરોનાંની મહામારીને પગલે ચણા ખરીદીનું સેન્ટર ફાળવવામાં આવ્યું ન હતું, આ પ્રશ્ને એ.પી.એમ.સી.નાં ચેરમેન રાજુભાઇ પાઠકે આ વિસ્તારના ધારાસભ્ય અને વનમંત્રી ગણપતસિંહ વસાવા તથા સહકાર મંત્રી ઇશ્વરસિંહ પરમારને રજૂઆત કરતાં, સરકારે સુરત જિલ્લાના રજીસ્ટ્રેશન થયેલા ખેડૂતોનાં ટેકાના ભાવે ચણા ખરીદવા એ.પી.એમ.સી.,કોસંબાને મંજૂરી આપવામાં આવતાં, આજે તારીખ પહેલી જૂનથી ચણા ખરીદવાનો પ્રારંભ એ.પી.એમ.સી.નાં સેક્રેટરી અજીતસિંહ અટોદરિયાનાં હસ્તે કરવામાં આવ્યો છે, ટેકાનો ભાવ ૪૮૭૫ રૂપિયા પ્રતિ કિવન્ટલ રાખવામાં આવ્યો છે,જ્યારે ખાનગી વેપારીઓ ૩૬૦૦ રૂપિયાનાં ભાવે ખરીદી રહયા છે, જેથી જે ખેડૂત ખાનગી વેપારીને ચણા વેચનાર ખેડૂતને ૧૨૭૫ રૂપિયા ઓછા મળશે, એ.પી.એમ.સી.કોસંબાને ૯૩ મેટ્રીકટન ચણા ખરીદવાની મંજૂરી આપવામાં આવી છે,માંગરોળ તાલુકાનાં ૧૩૧,ઉમરપાડા તાલુકાના૨૭, માંડવીના ૭, ઓલપાડના ૪૮,કામરેજના ૧,મળી કુલ ૨૧૪ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલું છે.