તાપી નદીમાં આત્મહત્યા કરવા કુદકો મારી ગયેલ મહિલાને બચાવી લેતી કુકરમુંડા પોલીસ
(મુકેશ પાડવી દ્વારા, નિઝર) : આજરોજ બપોરના આશરે ૧૩/૪૦ વાગ્યાના સુમારે મહારાષ્ટ્ર રાજયના વતની એક મહિલા માનસીંક બિમારીથી પીડાતા હોય, જેથી કાયમ દવા-ગોળી લેવા છંતા તબિયાતમાં સુધારો થયેલ નહી. જેથી કુકરમંડા તાલુકા કાવઠા ગામની સીમમાં તાપી નદી ઉપર બનાવવામાં આવેલ કાવઠા – પુલ ઉપરથી તાપી નદીમાં આત્મ હત્યા કરવા માટે કુદકો મારી દિધેલ અને આ બનાવની જાણ કુકરમુંડા પોલીસ સ્ટેશન ખાતે થતા તાત્કાલીક કુકરમુંડા પોલીસ સ્ટેશન ના શ્રી વી.કે. પટેલ, પોલીસ ઇન્સ્પેકટર, તથા પોલીસ તેમજ જી.આર.ડી./હોમગાર્ડ ના માણસો સાથે કાવઠા પુલ પાસે તાપી નદીના કિનારે પહોંચી જઈ નદીના પાણીમાં કુદી ગયેલ મહિલાને નદીના વહેણમાં તણાતી જતી હોય, જેથી પુલના નીચેના ભાગે નદીમાં નાવડી સાથે મચ્છી મારતા, મચ્છવારાનો સંપર્ક કરી, નદીના પાણીમાં આત્મહત્યા કરવા કુદી પડેલ મહિલાને પોલીસ તેમજ જી.આર.ડી./હોમગાર્ડ તેમજ મચ્છવારા ના માણસોએ બચાવી લીધેલ છે અને બચાવી લીધેલ મહિલાના સગા-સંબધીઓને સંપર્ક કરી બોલાવી, તેઓની ઓળખ કરાવી, નદીમાંથી બચાવી લીધેલ મહિલાની રેફરલ હોસ્પીટલ કુકરમુંડા ખાતે જરૂરી સારવાર કરાવવામાં આવેલ છે.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ :
(૧) જીતેન્દ્રભાઈ રમેશભાઈ પાડવી રહેવાસી- નવા નેવાળા તા.નિઝર જી.તાપી (નાવડીવાળા)
(૨) રવિન્દ્રભાઈ વસતભાઈ પાડવી રહેવાસી-નવા નેવાળા તા.નિઝર જી.તાપી (નાવડીવાળા)
(૩) ગંભીરસીંગ રાજુભાઈ વળવી રહેવાસી- નવા નેવાળા તા.નિઝર જી.તાપી (નાવડીવાળા)
(૪) રાહુલભાઇ શ્રીપતભાઈ પાડવી રહેવાસી-કુકરમુંડા, ગોકુળ ફળીયુ તા.કુકરમુંડા જી.તાપી (નાવડીવાળા)
(૫) શ્રી વી.કે.પટેલ, પોલીસ ઇન્સ્પેકટર, કુકરમુંડા પોલીસ સ્ટેશન
(૬) પો.કો. મનોજભાઇ વિરસંગભાઈ નોકરી-નિઝર પોલીસ સ્ટેશન
(૭) પો.કો. રાકેશભાઈ દશરથભાઈ નોકરી – કુકરમુંડા પોલીસ સ્ટેશન
(૮) જી.આર.ડી.ગોવિદભાઇ કાલુભાઈ પાડવી નોકરી-નિઝર પોલીસ સ્ટેશન
(૯) જી.આર.ડી.રૂતવીકભાઈ ઉત્તમભાઈ પાડવી નોકરી-કુકરમુંડા પોલીસ સ્ટેશન
(૧૦) જી.આર.ડી. વિપુલભાઈ શ્રાવણભાઈ વળવી નોકરી-કુકરમુંડા પોલીસ સ્ટેશન
(૧૧) હોમ ગાર્ડ-લાલસીંગ બાબુલાલ વસાવા નોકરી-કુકરમુંડા પોલીસ સ્ટેશન
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
