તાપી જિલ્લામાં આજરોજ યોજાયેલ રાષ્ટ્રીય લોક અદાલતમાં અનેક કેસોનો સમાધાનકારી નિવેડો

Contact News Publisher

M.A.C.P કેસોમાં રૂ. 2.10 કરોડનું વળતર ચૂકવાયું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૩/૦૯/૨૦૨૫ ના રોજ જિલ્લાની તમામ ન્યાયાલયોમાં યોજાયેલ રાષ્ટ્રીય લોક અદાલતનું સવારે ૧૦:૦૦ કલાકે જિલ્લા ન્યાયાલય ખાતે જીલ્લા કાનુની સેવા સત્તા મંડળના અધ્યક્ષ તથા માન. મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી ટી. આર. દેસાઈ સાહેબશ્રીની ઉપસ્થિતિમાં તથા અન્ય ન્યાયાધીશ સાહેબશ્રીઓ, બેન્કના અધિકારીશ્રીઓ, ડી. જી. વી. સી. એલ.ના અધિકારીશ્રીઓ, વકીલશ્રીઓ, કોર્ટના કર્મચારીશ્રીઓ તથા પક્ષકારોની હાજરીમાં માન. મુખ્ય જિલ્લા ન્યાયાધીશ સાહેબશ્રી દ્વારા દીપ પ્રાગટ્ય કરીને લોક અદાલતની કામગીરીને ખુલ્લી મુકવામાં આવી હતી અને માન. મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી ટી.આર. દેસાઈ સાહેબશ્રી દ્વારા તમામને લોક અદાલતમાં સમાધાનની કાર્યવાહીમાં જોડાવા માટે અને કોઈ એક પક્ષકારની જીત કે હાર નહીં પરંતુ બંને પક્ષકારની જીત થવા અંગેનું સંબોધન કરી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

આ લોક અદાલતમાં પ્રિલીટીગેશન તથા પડતર કેસોને મળી કુલ ૩,૭૭૪ કેસોનો નિકાલ થયો છે. જેમાં M.A.C.P કેસોમાં કુલ રૂ. ૨,૧૦,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા બે કરોડ દસ લાખ પુરા) નું વળતર ચૂકવવામાં આવ્યું છે.

વધુમાં M.A.C.P કેસ નંબર ૮૫/૨૦૨૩ કે જે માન. મુખ્ય જિલ્લા ન્યાયાધીશ ટી.આર. દેસાઈ સાહેબશ્રીની કોર્ટમાં ચાલી રહેલ હતો જેમાં અરજદાર અને તેમના વકીલશ્રી તથા વીમા કંપનીના અધિકારી અને તેમના વકિલશ્રી હાજર હોય અને તેમના વચ્ચે સુખદ સમાધાન થતા રૂ. ૨૨,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા બાવીસ લાખ પુરા) વળતર પેટે અરજદારને ચૂકવવાનો હુકમ થયેલ છે. તે જ પ્રમાણે જિલ્લાની તમામ કોર્ટોમાં યોજાયેલ લોક અદાલતને ખૂબ જ સારો પ્રતિસાદ મળેલ છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *