ઓલપાડનાં ભાંડુત ગામનાં ધર્મેન્દ્ર પટેલનું પ્રતિભાશાળી ગુરુવર્ય એવોર્ડથી સન્માન
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્રારા વિદ્યાર્થીઓનાં સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ ફાળો આપનારા ગુરુજનોને સન્માનિત કરવાનો અનોખો અને ગૌરવસભર પ્રસંગ યોજાયો હતો. જ્યાં શિક્ષણ ક્ષેત્રે નવીનતા, શ્રેષ્ઠ શૈક્ષણિક પદ્ધતિઓ તથા બાળકોમાં મૂલ્યોનાં સંસ્કાર પ્રેરિત કરવા માટે સતત કાર્યરત રહેલાં શિક્ષકોને “પ્રતિભાશાળી ગુરુવર્ય એવોર્ડ” અર્પણ કરવામાં આવેલ. આ અવસરે સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાનાં ભાંડુત ગામનાં વતની એવાં કોબા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા ધર્મેન્દ્ર પટેલને પણ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતાં. તેમનાં માર્ગદર્શન હેઠળ શાળાનાં બાળકોમાં સર્જનાત્મકતા, સામાજિક જાગૃતિ અને શૈક્ષણિક વિકાસમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો તથા શિક્ષકમંડળે તેમને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતાં.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

