ડાંગ જિલ્લામાં આવેલ વઘઇ ડાયેટ ના પ્રોફેસર યોગેશભાઈ ચૌધરી ની બદલી થતાં ભાવભીની વિદાય આપવામાં આવી

Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર ) : દંડકારણ્ય એવા ડાંગ જિલ્લાની અદભૂત સંસ્કૃતિ અને પ્રકૃતિનું ખેડાણ કરનાર એવા શ્રી યોગેશભાઈ ચૌધરી લેક્ચરર છેલ્લા 26 વર્ષના સેવા કાર્ય બાદ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વઘઈ – જિ.ડાંગમાંથી પોતાના વતનનાં સ્થળે શિક્ષણ અને તાલીમ ભવન, વ્યારા જિ.તાપી ખાતે જિલ્લા ફેર બદલીથી તા. 3/09/25 નાં રોજ ડાંગ માંથી વિદાય લીધી છે. તેમણે ન કેવળ શિક્ષકોને ચિત્ર વિષયની તાલીમ આપવી કે ડી.એલ.એડ. તાલીમાર્થીઓને કલા શિક્ષણ ભણાવવુ પરંતુ એક ઈનોવેટીવ અને શ્રેષ્ઠ શિક્ષકના ઉદાહરણરૂપ તેમણે છેલ્લા ૨૬ વર્ષના તેમના કાર્યકાળ દરમિયાન ચોક્કસ ઘરેડમાંથી બહાર જઈ ડાંગ જિલ્લાની ઐતિહાસિક વિરાસત એવા ડાંગ દરબાર, પ્રાકૃતિક રીતે ઉભરી આવેલા અને માનવ સર્જિત જોવાલાયક સ્થળો, ડાંગનાં લોકનૃત્યો અને લોકવાદ્યો, રીતરિવાજો અને પરંપરાઓ, વાઘદેવ, પચવીચિત્ર જેવી દુર્લભ બાબતો ને લોકો સમક્ષ તેમની આગવી શૈલીમાં વિવિધ સ્વરૂપોમા પ્રસ્તુત કરી છે.
સૌ પ્રથમ 2013માં “દંડકારણ્ય દર્પણ” ડોક્યુમેન્ટરી ફીલ્મ નિર્માણ કરી. જેનું વિમોચન ઐતિહાસિક ડાંગ દરબારમાં 2014માં વંદનીય મહામહિમ રાજ્યપાલ ડો.કમલા બેનીવાલ મેડમ અને આદરણીય શ્રી એસ.કે.નંદા મુખ્ય સચિવ ગુ.રાજયનાં વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
2015માં ડાંગ જિલ્લાની સમગ્રત: માહિતી ધરાવતું “ડાંગ દર્પણ” નામનું પુસ્તક નિર્માણ કર્યું.
૨૦૧૯ માં ડાંગ જિલ્લાના “લોકનૃત્ય અને લોકવાદ્ય “ડોક્યુમેન્ટરી ફીલ્મ નિર્માણ કરી. જેનું વિમોચન ફરી એકવાર ડાંગ દરબારમાં વંદનીય મહામહિમ રાજ્યપાલ ઓ.પી.કોહલી સાહેબનાં કરકમળો કરવામાં આવ્યું હતું.
૨૦૧૯ માં ડાંગ જિલ્લાની સાંસ્કૃતિક વિરાસત નાં ધરાવતા મ્યુઝિયમ નિર્માણ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમ, વઘઈ- જિ ડાંગ ખાતે કર્યું હતું. જેનું ઉદ્દઘાટન ડો.ટી.એસ.જોષી સાહેબે કર્યું હતું.વધુમાં તેમના અંગત પ્રયત્નથી DANG DARSHAN યુટ્યુબ ચેનલ ચલાવી રહ્યા છે.ડાંગ જિલ્લાનાં ૧૨ જેટલા લોક નૃત્યકારો અને લોક વાદ્યકારોને રાષ્ટ્રીય કક્ષાએ લઈ જઈ પ્રસિધ્ધિ અપાવી છે.
આવી બહોળી પ્રતિભા ધરાવનાર એવાં શ્રી યોગેશભાઈ ચૌધરીએ ડાંગ ને આપણી સમક્ષ તેમની આગવી શૈલીમાં રજૂ કરી છે. તેમના આવા ભગીરથ કાર્યમાં ડાયટ નાં પ્રાચાર્યશ્રી ડો.બી.એમ. રાઉત ડાયટ વઘઈ, શ્રી સી.ડી.ગવળી નિવૃત્ત અધ્યાપક, શ્રી આર.બી.ચોર્યા અધ્યાપક, શ્રી એ.બી.પટેલ સિ.અધ્યાપક તેમજ સ્વ.શ્રી ચુનીલાલભાઈ ઠાકરે સી.આર.સી. કોઓર્ડિનેટર, શ્રી ગમજુભાઈ ચૌધરી, શ્રી રાજેશભાઈ પવાર, તથા ડી.એલ.એડ.ના સૌ તાલીમાર્થીઓને અને ડાંગ જિલ્લાના શિક્ષકમિત્રોનો ખૂબ સહયોગ અને માર્ગદર્શન રહ્યું હતું.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *