કલાનિકેતન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વિધાકુંજ વિધાલય વીરપુરફાટક ખાતે સ્વયંમ શિક્ષક દિન ઉજવાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ ટ્રસ્ટ સંચાલિત આદિવાસી ગ્રામ્ય વિસ્તારમાં ફી વિના તમામ આદિજાતિ ની ધોરણ 9 થી 12 ની દીકરીઓ અભ્યાસ કરતી અને સરકાર શ્રી ના કન્યા કેળવણી અભિયાન ને ખરા અર્થમાં સાર્થક કરનાર સાથે દર વર્ષે 100 ટકા પરિણામ વાળી વિધ્યકુંજ વિધાલય વીરપુર ફાટક શાળામાં સ્વયં શિક્ષક દિનની ભવ્ય રીતે બાલકો દ્વારા વિવિધ વિષયોના શિક્ષક બની ઉજવણી કરવામાં આવી. બાળકોને એક દિવસ શિક્ષક બનવાનો મોકો મળ્યો તે વિધાર્થીની રાધીકા વસાવા આજે આચર્ય કેતન સાહેબ બની તે બદલ ખૂબ ગૌરવ અનુભવ્યો અને તક મળી તે બદલ આભાર સાથે પોતાના અભિપ્રાય માં જણાવ્યું કે આપણા શિક્ષકો આપણા માટે કેટલી મહેનત નિસ્વાર્થ ભાવે કરે છે તો ખરેખર આપણે પણ શિક્ષણ પ્રાપ્ત કરવું જ જોઈએ એ આજે પ્રત્યક્ષ અનુભવ્યું. શાળામાં આજે 6 દીકરીઓ જુદા જુદા વિષયની શિક્ષિકા બની બાળકોને માર્ગદર્શન આપ્યું ને ગૌરવ પ્રાપ્ત કર્યું અને તમામે ખૂબ સારી રીતે શિક્ષક દિન ઉજવાયો. સૌને શાળા વતી અલ્પાહાર આપવામાં આવ્યો અંતે આચાર્ય કેતન શાહ દ્વારા 5 મી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિન કેમ ઉજવાય તેનું મહત્વ સમજાવતા કહ્યું કે ડૉ રાધાકૃણન સર્વપલ્લી પ્રથમ એક શિક્ષક અને ત્યારબાદ રાષ્ટ્પતિ તરીકે બહુમાન મેળવ્યું . શિક્ષક એ બાળકોનું જીવન બનાવે અને સંસ્કારોનું સિંચન કરે અને ભાવિ પેઢી નું નિર્માણ કરે જે આજના દિવસે યથાર્થ રીતે જાણે તેથી શાળાઓમાં શિક્ષક દિન ઉજવાય છે. અંતે સૌ રાષ્ટ્રગીત ન કરી છૂટા પડ્યા.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *