માંગરોળ તાલુકામાં ફરજ બજાવતાં શિક્ષકો સહીત જેમણે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક મેળવવો હોય, એમણે તાલુકા કક્ષાએ ફાઇલ મોકલી આપવી
(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) : રાજ્ય સરકાર તરફથી દરવર્ષે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક આપવામાં આવે છે, ચાલુ વર્ષે એટલે કે સને ૨૦૨૦ માં આ પારિતોષિક આપવા રસ ધરસવતાઓ પાસે નામો મંગાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જેમાં રાજ્યની સરકારી, બિનસરકારી, અનુદાનિત પ્રાથમિક,માધ્યમિક,ઉચ્ચતર માધ્યમિક શાળાનાં શિક્ષકો,માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાનાં આચાર્યો, સી.આર. સી.,બી.આર. સી.,મુખ્ય શિક્ષક એચ.ટેટ, શિક્ષણ નિરીક્ષક,કેળવણી નિરીક્ષક,વિકલાંગ બાળકોની સંસ્થાનાં સ્પે. શિક્ષક વગેરેઓને આ પારિતોષિક દર વર્ષે આપવામાં આવે છે,આ પ્રકારનાં પારિતોષિકો તાલુકા,જિલ્લા અને રાજ્યકક્ષાએ આપવામાં આવે છે,એ માટે આગામી તારીખ પહેલી જુલાઈ-૨૦૨૦ સુધીમાં દરખાસ્ત કરવાની રહેશે,દરખાસ્ત કરતી વખતે કઈ કક્ષાનાં પારિતોષિક માટે દરખાસ્ત કરી છે ,એ પોતાની ફાઇલ ઉપર લખવાનું રહેશે,આ દરખાસ્ત નિયમ મુજબ આપવાની રહેશે, સુરત જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિ સંચાલિત શાળામાં ફરજ બજાવતાં શિક્ષકોએ આ ફાઇલ પ્રથમ તાલુકા કક્ષાએ આવેલ તાલુકા પ્રાથમિક શિક્ષણાઅધિકારીને આપવાની રહેશે.ત્યારબાદ આ ફાઇલ જિલ્લાકક્ષાએ મોકલવામાં આવશે, જ્યારે અન્ય માધ્યમિક અને ઉચ્ચમાધ્યમિક શિક્ષકોએ પોતાની ફાઇલ જિલ્લા શિક્ષણા અધિકારીને મોકલવાની રહેશે.સમયમર્યાદા બાદ આવેલ દરખાસ્ત ધ્યાને લેવામાં આવશે નહીં એમ જણાવાયું છે.