રાજયનાં ડી.જી.પી.નાં બુટલેગરો પર તૂટી પડવાના આદેશ પછી, માંગરોળ પોલીસે પણ કામગીરી શરૂ કરી
(નાઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) : રાજ્યભરનાં બુટલેગરો ઉપર તૂટી પડવા અને ૧૪ દિવસ સ્પેશ્યલ ચેકીંગ કરવાનાં આદેશ રાજયનાં ડી. જી.પી.શિવાનંદ ઝા એ રાજ્યભરની પોલીસને આપ્યા છે.
આ આદેશબાદ માંગરોળ પોલીસ મથકની ઝંખવાવ આઉટ પોલીસ ચોકીમાં ફરજ બજાવતાં અનીલકુમાર દિવાનસિંહ ની બાતમી મળી કે કેવડીકુંડ ગામે રહેતી કવિતાબેન દેવસીંગ વસાવા દેશીદારૂનો વેપાર કરે છે, જેથી કવિતાબેનનાં ઘરની પાછળ આવેલ વાડામાં રેડ કરતાં ડબ્બામાં ભરેલું અંદાજે દશ લીટર જેટલું ગોળ,પાણીનું રસાયણ મળી આવ્યું હતું આ રસાયણ દેશી દારૂમાં ઉપયોગમાં લેવામાં આવે છે, પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.હલમાં જ ડી.જી.પી.એ રાજયનાં તમામ પોલીસ મથકોમાં અધિકારીઓને બુટલેગરો ઉપર તૂટી પડવા આદેશ આપ્યા છે, સાથે જ ઉચ્ચઅધિકારીઓને સાથે રાખી લિસ્ટેડ બુટલેગરો ઉપર દરોડા પાડવા, નાકાબંધી કરવા, તલાશી લેવા અને વોન્ટેડ દારૂના ધનધાર્થીઓને શોધી કાઢવા આદેશ આપ્યા છે, આ કામગીરી સતત ૧૪ દિવસ કરવા જણાવ્યું છે, છેલ્લા ઘણાં લાંબા સમયથી કોરોનાં વાઇરસની ડ્યુટીને પગલે પોલીસ પોતાની મૂળભૂત કામગીરી ભૂલી ન જાય જેને ધ્યાનમાં લઈ આ આદેશ કરવામાં આવ્યો છે.સાથેજ આ અંગે જે કામગીરી કરી હોય એનો અહેવાલ ડી.જી.પી.ની કચેરીને મોકલવા પણ આદેશમાં જણાવાયું છે.