દેશભક્તિનાં નાદ સાથે હર્ષોલ્લાસપૂર્વક ઉમરપાડાની સામપુરા પ્રાથમિક શાળામાં તિરંગો લહેરાયો
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઉમરપાડા તાલુકાની સામપુરા પ્રાથમિક શાળામાં ૭૯ મા સ્વાતંત્ર્યદિનની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીનાં ભાગરૂપે દેશભક્તિનાં નારા સાથે બાળકોએ વહેલી સવારે આખા ગામમાં પ્રભાતફેરી કાઢી હતી. ત્યારબાદ શાળા પટાંગણમાં ગામનાં વડીલ એવાં રાજીયાભાઈ વસાવાએ ધ્વજ લહેરાવ્યો હતો. ધ્વજ રક્ષક તરીકે આરૂષિ ચૌધરીએ ફરજ અદા કરી હતી. આ તકે ધોરણ- ૪ નાં વિદ્યાર્થી પ્રિયલ વસાવાએ સ્વતંત્રતા અંગે વક્તવ્ય રજૂ કર્યુ હતું.
ધ્વજવંદન કાર્યકમ બાદ યોજાયેલ વાલી સંમેલનમાં નવી શાળા વ્યવસ્થાપન સમિતિનાં સભ્યોને આવકાર આપી જૂનાં તમામ સભ્યોને સન્માનપત્ર અર્પણ કરી તેમનો ઋણ સ્વીકાર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે નીલ રેસ્ટોરન્ટ, માલધાનાં જિજ્ઞેશભાઇ વસાવા દ્વારા સૌને લાડુ વિતરણ કરવામાં આવ્યા હતાં. સદર કાર્યક્રમમાં પાર્વતીબેન ચૌધરી, કરમસિંહભાઈ વસાવા, ડેપ્યુટી સરપંચ સુનિલભાઈ ચૌધરી, સ્મિતાબેન વસાવા, શાળાનાં શિક્ષકો સ્નેહલબેન પરમાર અને ગણેશભાઈ ચૌધરી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં. અંતમાં શાળાનાં મુખ્યશિક્ષક અનિલભાઈ ચૌધરીએ જય ભારતસહ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

