ઉંમરપાડા તાલુકાના ઝુમાવાડી ગામે યોજાયેલી ગ્રામસભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા

Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તા. ૨૧/૮/૨૦૨૫ ના ગુરુવારે ઉંમરપાડા તાલુકાના ઝુમાવાડી ગામે પ્રાથમિક શાળા ખાતે ૧૦:૩૦ કલાકે પેસા કાનુન ૧૯૯૬ અને ગુજરાત પંચાયત ના પેસા નિયમ ૨૦૧૭ મુજબ ગામ લોકોની માંગણીના આધારે સેક્રેટરી ને અપાયેલ લેખિત અરજીના આધારે અધ્યક્ષશ્રી અને સેક્રેટરી દ્વારા ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું. જેથી ગ્રામ સભામાં ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા અને એજન્ડા મુજબના ગ્રામ સભાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જેમાં ઠરાવો કરાવવામાં આવ્યા. સર્વ સંમતિથી ઠરાવો પસાર કર્યા લોકોએ શાંતિપૂર્ણ ગ્રામસભામાં ભાગ લીધો અને સેક્રેટરીએ તેમજ સરપંચશ્રીએ અધ્યક્ષ તરીકે હાજરી આપી પોતાની ફરજ કાયદા અનુસાર નિભાવી હતી.  ગ્રામસભાના એએજન્ડાઆ મુજબ હતા.  1. ગ્રામ સભાના અધ્યક્ષની વરણી કરવા બાબત. 2. પેસા કાયદા મુજબ શાંતિ સમિતિની રચના કરવા બાબત. 3. વન અધિકાર સમિતિની સમીક્ષા કરી પુનઃ રચના કરવા બાબત.. 4. વ્યક્તિગત દાવા અંગે ચર્ચા વિચારણા કરી કબજા પ્રમાણે જમીનનું કુલ ક્ષેત્રફળ મળે તથા પેન્ડિંગ દાવાઓની પ્રક્રિયા આગળ વધારવા અંગેની ચર્ચા કરવામાં આવી.. 5. સામુદાયિક વન અધિકાર પત્ર મેળવવા અંગેના ઠરાવ બાબતે. 6. પ્રમુખ સ્થાનેથી રજૂ થતા કામો જેમાં નીચે મુજબના ત્રણ મુદ્દાઓ આવ્યા – જમીન માપણી કરતા પહેલા ગ્રામ સભા સાથે પરામર્શ કરવા. – જમીન સંપાદન કરતા પહેલા ગ્રામ સભા સાથે વિચાર વિમર્શ કરવા અંગેના ઠરાવ. – વન વસાહત ઝુમાવાડી ગામને મહેસુલી ગામમાં તબદીલ કરવા બાબતનો ઠરાવ.

આમ ઉપરોક્ત વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા કરીને ઠરાવો પસાર કરવામાં આવ્યા. જે સર્વ સંમતિથી સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યા.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *