માંગરોળના કોસંબામાં અંગત અદાવતમાં કારથી બાઇકને ટક્કર મારી યુવાનને ઢોર મારમારી, ફાઈરિંગ કરવાના બનેલા બનાવમાં એક વકીલ સહીત અગિયાર સામે એફ. આઇ.આર. દાખલ
(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) : માંગરોળ તાલુકાનાં કોસંબા ગામે સરકારી દવાખાનાની પાછળનાં વિસ્તારમાં લાંબા સમયથી બે મુસ્લીમ જૂથોમાં ઝઘડા ચાલી રહ્યા છે.
અગાઉ સામસામે અનેક ફરિયાદો પણ થઈ છે,આ વિસ્તારમાં રહેતો નાસીર અહમદ નઈ ગઈકાલે સાંજના સમયે પોતાની મોટરસાયકલ જી.જે.-૦૫-એ.સી.-૮૬૭૦ લઇને કોસંબાનાં ઓવરબ્રીજ ઉપરથી પસાર થતો હતો, ત્યારે પાછળથી ફોર વહીલર બ્રોઝા કાર જી.જે.-૧૯-બી.એ.-૭૮૬૦ એ મોટરસાયકલને ટક્કર મારી નાસીરને રોડ ઉપર પાડી દઈ કારમા ઘસી આવેલા કેટલાંક શખ્સો નાસીર ઉપર તલવાર,લોખંડનાં સળિયા,બેઝબોલ સ્ટીક વડે તૂટી પડ્યા હતા,આ સાધનો વડે નાસીરને પીઠ,શરીરનાં ભાગે મારમારી,પિસ્તોલ વડે ફાયરીંગ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી, આ વખતે આસપાસનાં રહીશો એકત્ર થઈ જતાં હુમલો કરનારા શખ્સો ફરાર થઈ ગયા હતા, જ્યારે ગંભીરઇજા પામેલા નાસીરને પ્રથમ કોસંબાની આરફ હોસ્પિટલમાં લઈ જઈ પ્રાથમિક સારવાર આપી, વધુ સારવાર માટે સુરતની આશુતોષ હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં, આ બનાવ પ્રશ્ને નાસીરે એક વકીલ સહીત કુલ અગયાર સામે ફરિયાદ નોંધાવી છે જેમાં બિલાલ ગુલામ કાગજી,ઉર્ફે બિલાલ વકીલ,જમીર ઝલીલ સેયદ,શાહનવાઝ ઉર્ફે સદામ ઝલીલ સેયદ,શાહનવાઝ સીરાજ પઠાણ,ઠાકોર ગલ્લાવાળો,ઝાકીર જમીલ સેયદ,ઝહીર ઝમીલ સેયદ,આરીફ સફી શેખ,જુલ્લુ ઉર્ફે ઝુલ્ફીકાર લિયાક્ત પઠાણ,ફિરોઝ ઉર્ફે લીબુ,સોહેલ ઉર્ફે સતાર શોક્ત પઠાણ નો સમાવેશ થાય છે, આ અગયાર શખ્સો એ પૂર્વ આયોજીત ફરિયાદી નાસીરને જાનથી મારી નાંખવાના ઈરાદાથી ગેરકાયદેસર મંડળી રચી આ હુમલો કર્યો છે, પોલીસે ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે.