રોટરી કલબ ઓફ અંકલેશ્વર તથા જે.પી. ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝનાં સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિર યોજાઈ
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ‘રકતદાન એ મહાદાન’ ની ઉક્તિને સિદ્ધ કરવા સામાજિક સેવા ક્ષેત્રે અગ્રેસર રોટરી કલબ ઓફ અંકલેશ્વર તથા જે.પી. ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝનાં સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં જે.પી. ગૃપ ઓફ ઈન્ડસ્ટ્રીઝનાં નાથુભાઈ ડોરીક, રોટરી ક્લબનાં પ્રમુખ પંકજ ભરવાડા, સેક્રેટરી વિપીન નાયર, ઇનરવ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વરનાં પ્રેસિડન્ટ રૂપલ ભરવાડા સહિત રોટરી પરિવારનાં સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં. જે.પી. ગૃપનાં કર્મચારીઓએ અત્રે સહર્ષ રક્તદાન કર્યું હતું.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

