સંપૂર્ણતા અભિયાનમાં નિઝર અને કુકરમુંડાની સો ટકા સફળતા:- નીતિ આયોગના એક્સપ્રેશનલ બ્લોક કાર્યક્રમ હેઠળ નિઝર ખાતે ભવ્ય સન્માન સમારોહ યોજાયો
મહાનુભાવોના હસ્તે નિઝર -કુકરમુંડા તાલુકાઓને ગોલ્ડ મેડલથી સન્માન
ફ્રન્ટલાઇન વર્કરો અને સખી મંડળોને પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યા
“આકાંક્ષા હાટ”માં સ્થાનિક ઉત્પાદનોનું જીવંત પ્રદર્શન યોજાયું
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તા. 02. તાપી જિલ્લાના નિઝર અને કુકરમુંડા તાલુકાઓએ નીતિ આયોગના એક્સપ્રેશનલ બ્લોક પ્રોગ્રામ હેઠળ સંકલિત “સંપૂર્ણતા અભિયાન”માં 100% સફળતા હાંસલ કરી છે.
આ અવસરને યાદગાર બનાવતાં 1 ઓગસ્ટ, 2025ના રોજ એ.પી.એમ.સી. હોલ, નિઝર ખાતે સન્માન સમારોહ અને “આકાંક્ષા હાટ”નું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંગ વસાવાની અધ્યક્ષતા હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય ડો. જયરામભાઈ ગામીત, પ્રાંત અધિકારી નિઝર, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી સહિત જિલ્લાના અધિકારીઓ અને નાગરિકોની વિશાળ ઉપસ્થિતિ રહી હતી.
2024-25ના પ્રથમ ત્રિમાસિક દરમિયાન દરેક ઈન્ડીકેટરમાં 100% સફળતા બદલ નિઝર અને કુકરમુંડા તાલુકા વિકાસ અધિકારીઓને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ફ્રન્ટલાઇન વર્કરો અને સખી મંડળના પ્રતિનિધિઓને મહાનુભાવોના હસ્તે સન્માનપત્ર આપવામાં આવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન સ્થાનિક સખી મંડળો, ખેતીવાડી, આરોગ્ય, આઈ.સી.ડી.એસ. સહિત કુલ 10 પ્રદર્શન સ્ટોલો લાગેલા હતા, જેને મહાનુભાવોએ નિહાળ્યા હતા.
“આકાંક્ષા હાટ”માં અંદાજિત 310 લોકોએ મુલાકાત લઈ લોકલ ઉત્પાદનોને પ્રોત્સાહન આપ્યું હતું.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

