પાડોશી મહિલા પૈસા બાબતે પિડીત બહેનને હેરાનગતિ કરતાં 181 અભયમ ટીમની મદદ લીધી.
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગતરોજ વ્યારા શહેરમાં રહેતા એક પીડિત મહિલાને પાડોશી મહિલા દ્વારા પૈસા બાબતે હેરાન કરાતી હોવાથી મહિલાએ 181 હેલ્પલાઇનની મદદ માંગી. તાપી ટીમને કોલ મળતા તાત્કાલિક આપેલ સ્થળ પર પહોંચી બંને પક્ષને સાથે રાખી તમામ હકીકત જણાવેલ કે પીડિત બહેન તેમના પરિવાર સાથે રહે છે. તેમના પતિ ટાઇલ્સ મુકવાનું કામ કરે છે. સંતાનમાં બે બાળકો છે. પાડોશી મહિલાને પિડીત બેને પાંચ વર્ષ પહેલાં પૈસા આપ્યા હતા. જેમાંથી થોડા થોડા પીડિતાને પરત કર્યા હતા. હજુ પણ થોડા લેવાના બાકી છે તે પડોશી બહેન પાસે પૈસા માંગતા તેમને અપશબ્દ બોલી ગાળા ગાળી કરી લડાઈ ઝઘડો કર્યો હતો અને બધાં પૈસા તેમને આપી દીધા છે એવું કહી અવારનવાર લડાઈ ઝગડો કરતાં. તેમજ મોબાઈલમાં વોટ્સએપમાં ગમે તેવા મેસેજ કરી ગાળા ગાળી કરતી હોવાથી પીડિત બહેને પાડોશી બહેનને સમજાવવા માટે અભયમ ટીમની મદદ લીધી હતી. જેથી સ્થળ પર બંને પક્ષોની તમામ હકીકત જાણી અસરકારક કાઉન્સિલિંગ કરી કાયદાકીય સમજ આપી સમજાવતા પાડોશી મહિલાએ સ્વીકાર્યુ કે થોડા પૈસા આપવાના બાકી છે તે પૈસા ત્રણ મહિનામાં પરત કરીને હિસાબ પુરા કરશે જેની પડોશી મહિલાએ લેખિત બાહેંધરી આપી પોતાની ભૂલ સ્વીકારી હોવાથી સ્થળ પર બંને પક્ષોએ સમાધાન કરેલ છે અને પિડીત બહેને આ બાબતે આગળની કોઈ પોલીસ કાર્યવાહી કરવી નહીં તેમ જણાવેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

