તાપી જિલ્લા લોક વિજ્ઞાન કેંદ્ર . વ્યારા ખાતે ભારતીય માનક બ્યુરો (BIS) સુરત દ્વારા સામાજીક વિજ્ઞાનના શિક્ષકો માટે એવરનેસ વર્કશોપ યોજાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ ભારત સરકારના ગુજરાત એકમના સુરત રિઝીયનની ભારતીય માનક બ્યુરો દ્રારા તાપી જિલ્લામા સ્ટાન્ડર્ડ ક્લબ શાળાના મેન્ટરો સહિત સામાજીક વિજ્ઞાનના શિક્ષકો માટે જાગૃતતા વર્કશોપ કાર્યક્રમ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીના પ્રાધ્યાપક અને રીસોષ પર્સન મનોજભાઇ ઢોગણીયાના અધ્યક્ષ સ્થાને ગુજકોસ્ટ ગાંધીનગર સંચાલિત તાપી જિલ્લા લોક વિજ્ઞાન કેંદ્ર, હરીપુરા સ્ટ્રીટ, વ્યારા ખાતે યોજાયો હતો.

જેમા વિવિધ તાલુકાની ૨૪ શાળાઓ જે સ્ટાન્ડર્ડ ક્લબો ધરાવે છે તેના ૨૦ શિક્ષકો ,૧૦ સામાજીક આગેવાનો વિવિધ શાળાના ૫૦ બાળકો જિલ્લા લોક વિજ્ઞાન કેંદ્રના ડાયરેક્ટર અને સ્ટાન્ડર્ડ ક્લબ તાપીના રિસોષ પર્સન કેતનભાઇ શાહ ઉપસ્થિત રહ્યા હતા અને ભારતીય માનક બ્યોરો વિષે વિસ્તૃત માહિતી આપી હતી જેમા ISI એગ્રો માર્ક હોલ માર્ક પેટર્ન જેવા વિષયો પર સમજ અને માહિતી આપવામા આવી હતી સૌ મહેમાનોનું આવકાર સ્વાગત બુકે – બુક થી કેતનભાઈ શાહે કર્યુ સાથે રજીસ્ટ્રેશન ધરાવતા તમામને BIS ની કિટ આપવામા આવી હતી

વિવિધ શાળાની ૫૦ દિકરીઓને પ્રાધ્યાપક મનોજભાઇ ઢગણીયા એ ક્વિઝ રમાડીને ઇનામો આપ્યા હતા અને બાળકો મેંટરો સામાજીક વિજ્ઞાન શિક્ષકો સામાજીક આગેવાનો જેમા શાળા સંચાલક મંડળ ઉપપ્રમુખ વેલીયાભાઇ ,નિવૃત્ત સિંચાઈ અધિકારી બાબરભાઇ ચૌધરી, ગ્રામજનો સહિતનાઓ ભારતીય માનક બ્યુરોની તમામ કામગીરી જેવી કે ગુણવત્તા યુક્ત અને ટકાઉ વસ્તુ વાપરવી સાથે ISI માર્કોની સમજ લોકલ ફોર લોકલ સ્વદેશી અપનાવો દેશ બચાવો અભિયાનને ખરા અર્થમા સાર્થક કરો તો જ દેશ સમૃધ્ધ અને સંપતિવાન બનશે

આજના આ એવરનેશ ઓફ BIS ના વોર્ક્શોપ થકિ સૌને જાગૃત કરવા માંગુ છુ કે આપણો પ્રથમ ધર્મ રાષ્ટ્રપ્રેમ રાષ્ટ્રની વસ્તુઓનો ઉપયોગ અને રાષ્ટ્રને નવા આયામો તરફ વેગવંતો કરવાનો છે.

આજના એવરનેશ વર્કશોપનુ તમામ સંચાલન પ્રિયંકાબેન ગામીતે કર્યુ હતુ અને કાર્યક્રમ માં હાજર ૮૦ લોકોએ અલ્પાહાર અને અંતે ભોજન લઇ છુટા પડ્યા.

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *