રાનવેરી, ભીમપુર, જામણીય, અલગટ અને આદરીયા રોડ પર કોંક્રિટ પેચવર્કથી મુસાફરી સુગમ બની
Contact News Publisher
તાપી જિલ્લામાં રસ્તાઓના પેચવર્ક પુરજોશમાં
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૬. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશ અનુસાર તાપી જિલ્લામાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પરિસ્થિતિમાં રસ્તાઓના રીપેરીંગ માટે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના નુકશાનગ્રસ્ત રાનવેરી-ભીમપુર રોડ, જામણીય-અલગટ રોડ અને આદરીયા અપ્રોચ રોડ પર કોંક્રિટ પેચવર્ક કરવામાં આવ્યું છે. આ કામગીરીના કારણે હવે નાગરિકો અને વાહનચાલકો માટે અવરજવર વધુ આરામદાયક અને સુરક્ષિત બની છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

