સુરત અને વ્યારાની માર્ગ અને મકાન વિભાગની ટીમ દ્વારા પુલોની સતત ચાલતી નિરીક્ષણની પ્રક્રિયા 

Contact News Publisher

બેરીકેટિંગ અને ફ્લેડગેટની મદદથી સ્ટ્રક્ચર ચકાસણી કરી જરૂરી કાર્યવાહી કર્યા બાદ રસ્તાઓ વાહનવ્યવહાર યોગ્ય કરવામાં આવ્યા છે: અધિક્ષક ઇજનેર શ્રી જે.કે પટેલ

••••

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૫, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશો અને માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારે વરસાદના કારણે જે માર્ગો ક્ષતિગ્રસ્ત થયા છે, તેમને તાત્કાલિક નિરીક્ષણ કરીને ત્વરિત ધોરણે સમારકામ તથા મરામત માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે.

તાપી જિલ્લામાં પણ ભારે વરસાદને કારણે શહેરોને જોડતા તથા નુકસાન પામેલા મુખ્ય માર્ગો વાહનવ્યવહાર માટે ચિંતાનું કારણ બને તે પહેલા જિલ્લા કલેક્ટરશ્રી ડો.વિપિન ગર્ગના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન –પંચાયત વિભાગે સ્થાનિક સ્તરે સુરત સર્કલ કચેરીના સૂચનો અનુસાર ત્વરિત કામગીરીનો આરંભ કરી ઠેર-ઠેર રસ્તાઓ પર નિરીક્ષણ અને પેચવર્કનું કામ હાથ ધર્યું છે.

આજે માર્ગ અને મકાન વિભાગ, પંચાયત હસ્તકના રોડ અને પુલનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. વરસાદ બંધ થવાથી આજે તા.૧૫ જુલાઈના રોજ વાલોડ, કોસંબીયા-મોરદેવી પુલ તેમજ જેસીંગપુરા-કેળકુઈ-કસવાવ રોડ મુખ્ય જિલ્લા માર્ગનું ઇન્સ્પેકશન કરવામાં આવ્યું હતું. ઈજનેર શ્રી જે.કે પટેલ, માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ, સુરત તેમજ કાર્યપાલક ઈજનેર શ્રી ડી.એ પટેલ તાપી દ્વારા આજે આ રૂટ તેમજ કેળકુઈ હાઈસ્કુલ ફળીયાથી ગોડાઉન ફાળિયા પર બનનારા પુલ અને ઘેરીયાવાવ ગ્રામ્ય રોડનું નિરીક્ષક કાર્ય કરવામાં આવ્યું હતું. શ્રી જે.કે પટેલે જણાવ્યું હતું કે ઓવરટોપને લીધે કેટલાક સ્ટ્રક્ચરો પર રિપેરિંગ જરૂરી હતુ જ્યાં બેરીકેટિંગ કરી અમે તમામ રસ્તાઓમાં રેસ્ટોરેશન વર્ક કરીને મોટરેબલ કર્યા છે.

ગ્રામ્ય વિસ્તારના નાગરિકો પણ માર્ગના વાહન વ્યવહાર યોગ્ય અને સુરક્ષિત માર્ગોથી સંતુષ્ટ છે. આધિકારીઓ અને ટેકનીકલ ટીમ દ્વારા જાત તપાસ કરી જરૂરી સૂચનો અને અભિપ્રાયો આપવામાં આપ્યા હતા. પંચાયત ના માર્ગ અને મકાન વિભાગ હસ્તક કુલ ૩૪૮ કિમી નો માર્ગ તાપી જિલ્લાની હદમાં આવે છે જેના અંતર્ગત કુલ ૧૫૭ કિમી જેટલું નિરીક્ષણ અને પેચવર્કનું કામ પૂર્ણ થઈ ગયેલ છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *