રાસ ગરબા સ્પર્ધા : ૨૦૨૫-૨૬ : રાસ ગરબાની સ્પર્ધામાં ભાગ લેવા માટે અરજીઓ મંગાવવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૧. ગુજરાત સરકારશ્રીનાં રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્રારા આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી, તાપી સંચાલિત નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા:૨૦૨૫-૨૬નું આયોજન કરવામાં આવનાર છે. જેમાં ભાગ લેવા ઈચ્છતા તાપી જિલ્લાના વિસ્તારમાં રહેતા યુવક-યુવતીઓએ પ્રાચીન તેમજ અર્વાચીન ગરબા સ્પર્ધામાં ૧૪ થી ૩૫ વર્ષ અને રાસ સ્પર્ધામાં ૧૪ થી ૪૦ વર્ષના ભાગ લઈ શકશે. આ જિલ્લાકક્ષાની નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધામાં ભાગ લેવા માટે સ્પર્ધકોએ નિયત નમુનાનું અરજીપત્રક સંપૂર્ણ વિગત સાથે બે નકલમાં ભરી, જન્મ તારીખનાં પુરાવા તરીકે જન્મનો દાખલો અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્રની નકલ સાથે અરજી “પ્રતિ, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બ્લોક નં. ૬, પ્રથમ માળ, જિલ્લા સેવા સદન, પાનવાડી, વ્યારા, જિ.તાપી ખાતે તા.૧૮/૦૮/૨૦૨૫ સુધીમાં રૂબરૂ અથવા ટપાલથી મોકલી આપવાની રહેશે. પ્રાચીન-અર્વાચીન ગરબા તેમજ રાસનાં શબ્દો અરજી સાથે આપવાનાં રહેશે. આ બંને સ્પર્ધાઓ તા.૨૨ ઓગસ્ટ ના રોજ બપોરે ૩ કલાકે ઇન્ડિયન પરેડિયમ સ્કૂલ, મુસા કેનાલ રોડ, કાનપુરા, વ્યારા ખાતે યોજાનાર છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

