આવતીકાલ ૧૦ જુલાઇએ તાપી જિલ્લાના ખુંટાડિયા,અંતાપુર,બુટવાડા,છાપટી પ્રાથમિક શાળા ખાતે ધરતિ આબા જનભાગીદારી કેમ્પ યોજાશે*
ગ્રામજનોને મોટી સંખ્યામાં વિવિધ યોજનાઓનો લાભ લેવા તંત્રનો અનુરોધ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૯. આદિજાતિ વસ્તી ધરાવતા ગામોમાં પાયાની માળખાકીય તથા વ્યકિતલક્ષી યોજનાઓના લાભો ઘર આંગણે મળી રહે તે માટે ધરતી આબા જનજાતિય ઉત્કર્ષ અભિયાન અંતર્ગત આજે 10 જુલાઇ ૨૦૨૫ ના રોજ વ્યારા તાલુકાના ખુંટાડિયા પ્રાથમિક શાળા ખાતે યોજાનાર ધરતી આબા જનભાગીદારી કેમ્પમાં જેસિંગપુરા,ખુંટાડિયા,આંબિયા,બાલપુર,વાંદરદેવી,ડોલવણ તાલુકાના અંતાપુર પ્રાથમિક શાળા ખાતે યોજાનાર કેમ્પમાં અંતાપુર તથા અંધારવાડીદુર,વાલોડ તાલુકાના બુટવાડા પ્રાથમિક શાળા ખાતે યોજાનાર કેમ્પમાં બુટવાડા અને ઇનમા ગામ,ઉચ્છલ તાલુકાના છાપટી પ્રાથમિક શાળા ખાતે યોજાનાર કેમ્પમાં છાપટી,કમલાપુર અને ચિખલી ગામનો સમાવેશ થાય છે.
આ તમામ ગામોના નાગરિકો જેતે સ્થળે આયોજિત ધરતિ આબા કેમ્પ થકી જાતિના દાખલા,રેશનકાર્ડની લગતી કામગીરી, પ્રધાનમંત્રી આવાસ યોજના,ગંગાસ્વરૂપ યોજના,આધાર કાર્ડ,આયુષ્યમાન કાર્ડ,કિસાન સન્માનનિધિ યોજના,જનધન બેક એકાઉન્ટ, પ્રધાનમંત્રી જીવન જયોતિ વિમા યોજના તથા મનરેગા જેવી અનેક વિવિધ યોજનાઓના લાભો મેળવી શકાશે. વધુમાં વધુ નાગરિકોને વિવિધ યોજનાઓનો લાભ લેવા તાપી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

