ડભારી પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2025 ની ઉજવણી
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાનાં કાંઠા વિસ્તાર સ્થિત ડભારી પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2025 ની ઉજવણી કરવામાં આવી. જેમાં તાલુકા પંચાયતનાં સદસ્ય શ્રીમતી નિમિષાબેન પટેલ, ગામનાં સરપંચ શ્રીમતી ધર્મિષ્ઠાબેન પટેલ, દાતા હરિલાલપટેલ, સીથાણનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર રાકેશ મહેતા, ગામ પંચાયતનાં સભ્યો, એસ.એમ.સી. સભ્યો, આરોગ્ય કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં વાલીજનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે આંગણવાડી તથા બાલવાટિકામાં પ્રવેશપાત્ર બાળકોને શાળામાં વિધિવત પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ સાથે ઈનામ વિતરણ તથા વૃક્ષારોપણ જેવાં કાર્યક્રમ યોજાયેલ હતાં. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
