વહેવલ પ્રાથમિક શાળાનાં શિક્ષક હીરાભાઈ પટેલને નિવૃત્તિ વિદાયમાન અપાયુ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત વહેવલ પ્રાથમિક શાળાનાં શિક્ષક હીરાભાઈ પટેલ વય મર્યાદાથી નિવૃત્ત થતાં શાળા પરિવાર દ્વારા તેમને નિવૃત્તિ વિદાયમાન આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કેતનભાઇ અને બીઆરસી કો-ઓર્ડિનેટર હિતેશભાઈ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. તદ્ઉપરાંત વિદ્યાર્થીઓ શાળા વ્યવસ્થાપન સમિતિનાં સભ્યો સહિત ગામજનો સદર કાર્યક્રમમાં સહભાગી થયા હતાં.

આ તકે શાળાનાં સ્ટાફમિત્રો તેમજ ગ્રામજનોએ હીરાભાઈ પટેલનું શાલ ઓઢાડી સન્માનપત્ર તથા સ્મૃતિભેટ અર્પણ કરી બહુમાન કર્યુ હતું. સૌએ નિવૃત્તિ બાદ તેમનું જીવન પરિવાર સાથે સુખમય રીતે વીતે એવાં ભાવ સાથે હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. શાળાનાં શિક્ષક સતિશ પટેલ તથા રાજકમલ પટેલ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

તસવીર: વિજય પટેલ

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *