માંગરોળ મામલતદારને કોગ્રેસ તરફથી વિવિધ પ્રશ્ને આવેદનપત્રો આપવામાં આવ્યા
(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) : આજે તારીખ ૨૬ નાં માંગરોળ મામલતદારને સુરત જિલ્લા કોગ્રેસ સમિતિ ,માંગરોળ તાલુકા કોગ્રેસ સમિતિ, તરસાડી નગર કોગ્રેસ સમિતિ આમ કુલ ત્રણ અલગ અલગ આવેદનપત્રો આપવામાં આવ્યા છે.
આ આવેદનપત્રો રાજયપાલ, મુખ્યમંત્રી અને માંગરોળ મામલતદારને સંબોધીને લખવામાં આવ્યા છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે હાલમાં કોરોના વાઇરસની મહામારી તથા ૫૫ દિવસથી લોકડાઉન જાહેર કરવામાં આવતાં સમગ્ર ધંધા, મજૂરીકામો બંધ થઈ જવા પામ્યા છે, જેને પગલે ગરીબ અને મધ્યમવર્ગ માટે આજીવિકા બંધ થઈ ગઈ છે.જે બચત હતી તે પણ વપરાઈ જવા પામી છે, ત્યારે ગરીબ,મધ્યમવર્ગ અને સામાન્ય પ્રજાની હાલત અત્યંત કફોડી બની છે.ત્યારે કોગ્રેસ તરફથી સામાન્ય પ્રજાજનોને સહાય કરવા માટે કેટલીક માંગણીઓની રજુઆત કરવામાં આવી છે,જેમાં માર્ચ-૨૦૨૦ થી એપ્રિલ-૨૦૨૦ સુધીનાં તમામ પ્રજાનાં વીજળી બિલોની રકમ માફ કરવામાં આવી છે, ગરીબ અને મધ્યમવર્ગના ઘરવેરા,પાણીવેરા અને મિલ્કતવેરા નનાવેપારીઓના ધધાનાં સ્થળનાં વેરા માફ કરવા,ખાનગી શાળાની આગામી શેક્ષણિક વર્ષની પ્રથમ સત્રની ફી માફ કરવામાં આવે કયા તો સરકાર આવી ફી ની રકમની સહાય પુરી પાડે,લાંબા લોકડાઉનનાં કપરા સંજોગોમાં કૃષિ ધીરાણની મુદલ અને વ્યાજ ભરવા માટે ખેડૂતો પાસે રોકડ રકમની સગવડ નથી ત્યારે સરકાર ધીરાણ પરત કરવાની મુદ્દતમાં વધારો કરવાની સાથે ઓટો રિન્યુઅલ અમલમાં મૂકે અને વ્યાજ માફ કરે વગેરે માંગ કરવામાં આવી છે. આ પ્રકારના ત્રણ અલગ અલગ આવેદનપત્રો નાયબ મામલતદાર દિનેશભાઇ ચૌધરીને આપવામાં આવ્યા છે, જેમાં સુરત જિલ્લા કોગ્રેસ, માંગરોળ તાલુકા કોગ્રેસ અને તરસાડી નગર કોગ્રેસ સમિતિઓ તરફથી આપવામાં આવ્યા છે, આ પ્રસગે માજી પંચાયતમંત્રી રમણભાઈ ચૌધરી, સામજીભાઈ ચૌધરી,શાહબ�