ક્લસ્ટર રિસોર્સ સેન્ટર કરંજ સંલગ્ન પ્રાથમિક શાળાઓમાં વિશ્વ યોગ દિવસ ઉજવાયો
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડ તાલુકાનાં ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, કરંજ સંલગ્ન પ્રાથમિક શાળાઓમાં ‘એક પૃથ્વી-એક સ્વાસ્થ્ય’ થીમ આધારિત વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
કરંજ, પારડીઝાંખરી, મંદરોઇ, નઘોઇ, જીણોદ, કમરોલી, મીંઢી, મોર, ભગવા તથા મીરજાપોર ગામની પ્રાથમિક શાળાઓમાં યોગભ્યાસ સાથે બાળકોને યોગની મહત્તા સમજાવવામાં આવી હતી. સી.આર.સી. કો-ઓર્ડિનેટર વિજય પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં કાર્યવાહક પ્રમુખ ગિરીશ પટેલ, ઉપપ્રમુખ ચિરાગ પટેલ તથા મહિલા ઉપપ્રમુખ જાગૃતિ પટેલે યોગ દ્વારા હકારાત્મક પરિવર્તન લાવી જીવનનાં સ્તરને સુધારવા સૌને અનુરોધ કર્યો હતો. સાથે જ સૌને સ્વસ્થ અને નિરોગી જીવનની શુભેચ્છા પાઠવી હતી.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
