આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ વ્યારા ખાતે યોજાશે
તાપી જિલ્લામાં ૨૧મી જુને ૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાશે
–
એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ થીમ હેઠળ વિવિધ સ્થળોએ યોગ કાર્યક્રમોનું આયોજન
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૯ જૂન. આ વર્ષે ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ “એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ” થીમ હેઠળ સમગ્ર વિશ્વમાં અને ગુજરાતમાં ઉજવાશે.તાપી જિલ્લામા પણ વિવિધ સ્થળોએ યોગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તાપી જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ ૨૧ જૂન, ૨૦૨૫ના રોજ સવારે ૫:૪૫ થી ૭:૪૫ કલાકે પોલીસ પરેડ ગ્રાઉન્ડ, વ્યારા ખાતે યોજાશે.
આ સાથે વ્યારા અને સોનગઢ નગરપાલિકા વિસ્તાર તેમજ અન્ય પાંચ તાલુકાઓમાં પોતાનાં સ્થાનોએ સ્થાનિક લોકોની હાજરીમાં યોગ કાર્યક્રમ યોજાશે.ઉપરાંત જિલ્લામાં ૦૨ આઇકોનિક સ્થળો પદમ ડુંગરી અને આંબાપાણી ઇકો ટુરિઝમ સેન્ટર ખાતે પણ યોગ કાર્યક્રમ યોજાશે. તથા ગ્રામ્ય કક્ષાએ વિવિધ સ્થળોએ યોગ કાર્યક્રમો યોજાશે.
તાપી જિલ્લાના નાગરિકો, વિદ્યાર્થીઓ, યુવાનો, વડીલો અને તમામ યોગપ્રેમીઓને જિલ્લા વહીવટી તંત્ર તાપી દ્વારા અનુરોધ છે કે ૨૧મી જૂન, ૨૦૨૫ના રોજ યોજાનારા ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં ઉલ્લાસપૂર્વક ભાગ લઈને “એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ” ના સંદેશાને આગળ ધપાવે. ખાસ કરીને પોતાના ગામ, શહેર, શાળા, કોલેજ, આરોગ્ય કેન્દ્ર કે આયોજિત સ્થળોએ યોગ કાર્યક્રમમાં જોડાઈ ‘મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાનને પણ સફળ બનાવે.
તાલુકા અને નગરપાલિકા કક્ષા સ્થળની વિગત જોઇએ તો વ્યારા નગરપાલિકાકક્ષા-શ્રી રામ તળાવ ગાર્ડન વ્યારા, સોનગઢ તાલુકા-નગરપાલિકાકક્ષા-રંગઉપવન કમ્યુનિટી હોલ સોનગઢ, ડોલવણ તાલુકાકક્ષા- શિક્ષક સહકાર ભવન પાટી ડોલવણ, વાલોડ તાલુકાકક્ષા-સ.ગો. હાઈસ્કુલ વાલોડ, ઉચ્છલ તાલુકાકક્ષા-તાલુકા શાળા ઉચ્છલ, નિઝર તાલુકાકક્ષા – મોડેલ સ્કુલ નિઝર, કુકરમુંડા તાલુકાકક્ષા- મામલતદાર કચેરી કુકરમુંડા,આઇકોનિક સ્થળ પદમ ડુંગરી ઇકો ટુરીઝમ અને આંબાપાણી ઇકો ટુરીઝમ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.
000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રપમાં જોડાવો, અહીં ટચ કરો.
