તાપી જિલ્લામાં આગામી ૨૩ જુનથી યોજાનાર ધોરણ-૧૦ અને ૧૨ બોર્ડની પુરક પરીક્ષાઓ દરમિયાન શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવવા અંગે જાહેરનામું*
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૯ જુન. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-૧૦ તથા ધોરણ-૧૨ HSC સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પુરક પરીક્ષાઓ માટે તારીખો જાહેર કરવામાં આવી છે. ધોરણ-૧૦: ૨૩/૦૬/૨૦૨૫ થી ૦૧/૦૭/૨૦૨૫ અને ધોરણ-૧૨ HSC સામાન્ય પ્રવાહ: ૨૩/૦૬/૨૦૨૫ થી ૦૩/૦૭/૨૦૨૫ તેમજ HSC વિજ્ઞાન પ્રવાહ: ૨૩/૦૬/૨૦૨૫ થી ૩૦/૦૬/૨૦૨૫ સુધી યોજાનાર છે. આ સમયગાળા દરમિયાન પરીક્ષાર્થીઓ પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં આપી શકે, તથા કોઈપણ પ્રકારની અવરોધક પ્રવૃત્તિ નહીં થાય એ હેતુ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, તાપી-વ્યારા આર.આર. બોરડને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩થી મળેલ સત્તાની રૂએ તા.૨૩/૦૬/૨૦૨૫ થી તા.૦૩/૦૭/૨૦૨૫ સુધી કેટલાક કૃત્યો કરવા પર પ્રતિબંધો ફરમાવ્યા છે.
જાહેરનામા મુજબ પરીક્ષા કેન્દ્રોની આસપાસ ૧૦૦ મીટરના ઘેરાવના વિસ્તારમાં ચાર કે તેથી વધુ વ્યકિતઓએ એકઠા થવું નહી, હથિયાર, મોબાઇલ ફોન, ઇલેક્ટ્રોનિક ઘડિયાળ અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઈને પ્રવેશ કરવો નહી, લાઉડ સ્પીકર વગાડવા કે ઉપયોગ પર પ્રતિબંધ,પરીક્ષા કેન્દ્રોની આસપાસ ૧૦૦ મીટર વિસ્તારમાં ઝેરોક્ષ / ફેક્સ સેન્ટરો ચાલુ રાખવા પર પ્રતિબંધ તેમજ પરીક્ષાર્થીઓ તથા ફરજ પરના સ્ટાફ સિવાય અન્ય અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
જાહેરનામાનું ઉલ્લંઘના કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૧૩ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.આ જાહેરનામું તા.૨૩/૦૬/૨૦૨૫ થી ૦૩/૦૭/૨૦૨૫ સુધી અમલમાં રહેશે.
પરીક્ષા કેન્દ્રનું નામ
શ્રી દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય. વ્યારા, શ્રી એમ.પી. પટેલ માધ્યમિક સ્કુલ, વ્યારા, યુનિટ-૧-૨, વિદ્યાગુર્જરી માધ્યમિક શાળા, પનિયારી-વ્યારા, સેંટ ઝેવિયર્સ હાઇસ્કુલ, સિંગી, શ્રી પ્ર અને ભા વિદ્યાલય, કપુરા, જે.બી.એન્ડ એસ. એ. સાર્વજનિક હાઇસ્કુલ, વ્યારા, યુનિટ-૧-૨,શ્રીમતી કે.કે. કદમ કન્યા વિદ્યાલય, વ્યામરા તથા ખુ.મ.ગાંધી પ્રાથમિક શાળા, વ્યારા ખાતે બોર્ડની પુરક પરીક્ષા યોજાશે
000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
