બાળ અધિકાર આયોગે વ્યારાના ચિલ્ડ્રન હોમ અને સખી વન સ્ટોપ સેન્ટરની મુલાકાત લીધી

Contact News Publisher

આયોગે ૧૫ જેટલી સેવાભાવી સંસ્થાઓની બેઠક યોજી: પાલક માતા પિતા યોજનામાં ૧૦૦૦ કરતા વધારે બાળકો યોજનાનો લાભ લઈ રહ્યા છે તેઓને આયોગે માર્ગદર્શન આય્પું
——————
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.0૯. ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગે વ્યારાના બાળ સંરક્ષણ ગૃહની મુલાકાત લઈને સંતોષ અવ્યક્ત કાર્યો હતો. આ બાળકો સાથે સંવેદનશીલતા વ્યક્ત કરતા તેમણે તેમના પુન:ર્વસન અને તેમને મુખ્ય ધરામાં લાવવા પ્રયત્નો કરવા અનુરોધ કર્યો હતો.

આયોગના અધ્યક્ષ શ્રી ધર્મિષ્ઠાબેન ગજજરે જણાવ્યું હતું કે આ ચિલ્ડ્રન હોમમાં ૨૨ બાળકોને ઘર જેવી સુવિધાઓ મળી રહી છે. બાળકોનું આરોગ્ય સારું રહે, તેમને શિક્ષણ સારું આપી શકીએ તે માટે સંબંધિત તમામ વિભાગોએ પોતાની રીતે શ્રેષ્ઠ કાર્ય કરવું જોઈએ. સેવાભાવી સંસ્થાઓએ પણ આ બાળકો સમાજની મુખ્ય ધારામાં આવે તેવી જવાબદારી નિભાવવી જોઈએ.

ચિલ્ડ્રન હોમ બાદ સખી વનસ્ટોપ સેન્ટરની મુલાકાત પણ આયોગે અત્રે તાપી જિલ્લાની મુલાકાત દરમિયાન લીધી હતી. અહી નોંધાયેલા છેલ્લા ત્રણ વર્ષના કેસોની સંખ્યાની સમીક્ષા કરી હતી. મહિલાઓને બાળકોના ૨૦૨૪-૨૫માં 316 કેસો કુલ નોંધાયા હતા. સમાજમાં જાગૃતિ આવે તે માટે આયોગે સૌને હાકલ કરી હતી. આ કેસોમાંથી સૌથી વધુ કેસો ઘરેલુ હિંસાના જોવા મળ્યા હતા. જેમાં સમાધાન કરી અને સુખદ મેળાપ કરી આપનારા સખી વન સ્ટોપની કામગીરીને આયોગે બિરદાવી હતી.

ચિલ્ડ્રન હોમના સંચાલકોએ છોકરીઓ માટે પણ આવી અલગ વ્યવસ્થા ઊભી થાય તેવી રજૂઆત કરી હતી. આયોગના સચિવ શ્રી ડો.ડી.ડી કાપડિયાએ જણાવ્યું હતું કે બાળકોનું પુન:ર્વસન થાય તે માટે શિક્ષણ અંગે જાગૃતિ આવે અને બાળકોને આઈ.ટી.આઈ કે અન્ય ટેકનીકલ કોર્સ કરાવીને તેઓ પોતાની રીતે પગભર થાય તેવા પ્રયાસો કરવા સૌને સૂચન આપ્યું હતું.

આયોગની મુલાકાત મેળાએ શિક્ષણ અધિકારીશ્રી, સમાજ સુરક્ષા અધિકારી અન્ય વિભાગોના અધિકારીઓ તેમજ સખી વન સ્ટોપ સેન્ટરની બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *