ઈંગ્લીશ દારુનો જથ્થો ભરેલ પીકઅપ બોલેરો ગાડી સાથે બે આરોપીઓને ઝડપી પાડતી કુકરમુંડા પોલીસ

Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : કુકરમૂંડા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર શ્રી વિ.કે.પટેલ પોલીસ સ્ટાફના માણસો સાથે પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન પો.ઈન્સ. શ્રી વિ.કે.પટેલને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે મહારાસ્ટ્ર રાજયના પ્રકાશા તરફથી કુકરમુંડા પોલીસ સ્ટેશનના પિશાવર ચેક પો.સ્ટે તરફ ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો જથ્થો ભરી એક સફેદ કલરની મહિન્દ્રા પીકઅપ ગાડી આવનાર છે. જે બાતમી આધારે પિશાવર ચેક પોસ્ટ પર પોલીસ સ્ટાફના માણસો ગોઠવી મહારાસ્ટ્ર રાજયા તરફથી આવતી એક સફેદ કલરની મહિન્દ્રા પીકઅપ ગાડી રજી નં. MP-12-GA-1581 વાળીને પ્રોહી મુદ્દામાલ સાથે બે (૨) આરોપીને પકડી પાડી ગુનો દાખલ કરી આરોપીઓના દિન-૦૫ રીમાન્ડ મેળવી આગળની તપાસ પો.ઈન્સ શ્રી વિ.કે પટેલ કુકરમુંડા પોલીસ સ્ટેશન કરી રહેલ છે
કબ્જે કરેલ મુદ્દામલ
(૧) ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની અલગ –અલગ બ્રાન્ડની બાટલીઓ નંગ- ૨૫૦૮. કિ.રૂ .૪,૫૨,૦૭૬/-
(૨) મહીન્દ્રા કંપની બોલેરો પીકઅપ ગાડીની કિ.રૂ.૫,૦૦,૦૦૦/-
(૩) મોબાઇલ નંગ-૦૨ ની કિ.રૂ.૫,૫૦૦/- એમ મળી કુલ રૂ.૯,૫૭,૫૭૬/- નો પ્રોહી મુદ્દામલ
પકડાયેલ આરોપી
(૧) શ્યામલાલ બગદીરામજી ભીલ ઉ.વ.૩૧ રહે.જ્વાલી મંગરી નંગાવલી તા.ડુંગલા જી.ચીતોડગઢ (રાજસ્થાન)
(૨) ભરતભાઇ જગનનાથ માલી ઉ.વ.૩૫ રહે.કિશોર જીગાખેડા તા.ડુંગલા જી.ચીતોડગઢ (રાજસ્થાન)
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી
(૧) વી.કે.પટેલ પોલીસ ઇન્સ્પેકટર, (૨) એ.એસ.આઇ. સબીરખાન આલમખાન, (૩) અ.હેડ.કો.અર્જુનસિંહ વિક્રમસિંહ, (૪) અ.હેડ.કો. રવીભાઇ હરીયાભાઇ, (૫) અ.પો.કો. કમલેશભાઈ કિશનભાઈ, (૬) અ.પો.કો. દોલતસિંગ પ્રુથ્વીસિંગ,  (૭) આ.પો.કો. સંતોષભાઈ ગીરધરભાઈ, (૮) આ.પો.કો. ભરતજી ગજુજી, (૯) GRD અક્ષય પરશુરામ પાડવી, (૧૦) GRD વિશાલ સુનિલભાઈ કુવર, (૧૧) GRD પવન સુદામભાઈ પાટીલ, (૧૨) GRD જિગ્નેશ બબનભાઈ પાનપાટીલ.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *