જગતનો તાત અસહ્ય ગરમી સહન કરીને પોતાનાં વારાની રાહ જોતાં કેમેરામાં કંડારાયા

Contact News Publisher

હાલનાં અસહ્ય બફારા વચ્ચે ધનિક વર્ગ એક મિનિટ માટે પણ એરકન્ડીશનલ રૂમ છોડી શકતા નથી ત્યારે ખેડૂતો ખુલ્લામાં 35° થી 40° ડિગ્રી જેટલું તાપમાન સહન કરી આપણા માટેની પોતાની ખેતઉપજની (ખેડાણથી માંડી ધરુવાડિયુ, ફેરરોપણી, ખાતર, પિયત, નિંદામણ અને કાપણી સુધીની) વ્યવસ્થામાં રાતદિવસ અથાગ પ્રયત્નો કરતાં જોવા મળે છે. બીજીતરફ માવઠાનાં મંડાણ છે ત્યારે કોઈ ભલે જગતનાં તાત પર કૃપાદ્ષ્ટિ રાખે કે ન રાખે છતાં પણ આ સઘળાં વિધ્નોને એકબાજુ રાખી ડાંગરનાં પાકને યથાસ્થાને પહોંચાડવા સુધીની તેની પરિશ્રમયાત્રા અવર્ણનીય હોય છે. જે વચ્ચે ફરજિયાત અસહ્ય ગરમી સહન કરીને ખેડૂતો મહેનતનાં ફળસમા ડાંગરનાં પાકને જમા કરાવવા અસહ્ય બફારામાં કલાકોથી પોતાનાં વારાની રાહ જોતાં સુરત જિલ્લાનાં ઓલપાડ નગર સ્થિત જીન કંપાઉન્ડમાં કેમેરાની નજરે ચડ્યા હતાં.

(તસવીર : વિજય પટેલ, ઓલપાડ)

 

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *