કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇ ખાતે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ યોજના અંતર્ગત પાંચ દિવસીય તાલીમ યોજાઇ

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : નવસારી કૃષિ યુનિવર્સિટીના મા. કુલપતિશ્રી ડો. ઝેડ. પી. પટેલ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, ડો. એલ. વી. ઘેટીયાના માર્ગદર્શનથી કે.વિ.કે, વઘઇ ખાતે કૃષિ સખી તથા કૉમ્યુનિટી રિસોર્ષ પર્સન માટે તા. ૧૨ થી ૧૬ મે ૨૦૨૫ દરમિયાન ૫ દિવસીય પ્રાકૃતિક ખેતી વિષય ઉપર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ૫ દિવસીય તાલીમમાં નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ યોજના અંતર્ગત ૨૮ કૃષિ સખીઓ તથા કૉમ્યુનિટી રિસોર્ષ પર્સનને પધ્ધતિ નિદર્શન, વ્યાખ્યાન, નિદર્શન એકમોની મુલાકાત, ફિલ્મ શો, કિશાન ગોષ્ઠી વગેરે જેવી વિસ્તરણ પ્રવૃતિના માધ્યમથી પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો, બીજામૃત, જીવામૃત, ઘનજીવામૃત, દસપર્ણીઅર્ક, નિયમાસ્ત્ર, બ્રહમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર વગેરે જેવા પ્રાકૃતિ ઉત્પાદની બનાવટોની વિસ્તાર પુરવર્ક માહિતી આપવામાં આવી હતી.
આ તાલીમમાં કે.વિ.કે, વઘઇ અને આત્મા, આહવાના વિવિધ અધિકારીઓએ દ્વારા ૧ થી ૩ ગામ પંચાયત દીઠ ક્લસ્ટર બનાવવાની, જમીનની આરોગ્ય વ્યવસ્થા, પાક ઉત્પાદન પ્રણાલી, પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનના બજાર વ્યવસ્થાપન, બીજ અને વાવેતરની પધ્ધતિઓ, રોગ જીવાત નિયંત્રણ, પશુધન પ્રણાલીનું એકીકરણ, પ્રાકૃતિ ખેતીના ફાયદાઓ, બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી પધ્ધતિ વગેરે વિષયો આવરી લેવામાં આવ્યા હતા. સમગ્ર તાલીમનું આયોજન પ્રોફેસર એચ. એ. પ્રજાપતિએ, વૌજ્ઞાનિક બાગાયત અને નોડલ ઓફિસર (NMNF) દ્વારા કરવામાં આવ્યું હતું.

 

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *